Home /News /madhya-gujarat /

વડોદરાના લંપટ શિક્ષકનું નિવેદનઃ 'મને મારી સ્ટુડન્ટ સાથે પ્રેમ થઈ ગયો હતો'

વડોદરાના લંપટ શિક્ષકનું નિવેદનઃ 'મને મારી સ્ટુડન્ટ સાથે પ્રેમ થઈ ગયો હતો'

વડોદરાનો લંપટ શિક્ષક વિનુ

શિક્ષકના જણાવ્યા પ્રમાણે પીડિત વિદ્યાર્થિની ઓગસ્ટ 2017થી તેના ક્લાસમાં આવતી હતી. આ દરમિયાન તેની સાથે તેને પ્રેમ થઈ ગયો હતો.

    વડોદરાઃ પોતાની સગીર વિદ્યાર્થિનીને જ હવસનો શિકાર બનાવનાર વડોદરાના લંપટ શિક્ષક વિનુ કટારિયાએ પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે. બેશરમની હદ વટાવી દેનાર શિક્ષકે પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, મારા ક્લાસમાં આવતી વિદ્યાર્થિની સાથે મને પ્રેમ થઈ ગયો હતો. સાથે તેણે એવી પણ કબૂલાત કરી હતી કે તે વિદ્યાર્થિનીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    પોલીસે આ કેસમાં આરોપી શિક્ષક વિનુ કટારિયાને સાથે રાખીને સોમવારે તેના ઘર, ક્લાસિસ તેમજ જે જે જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈને પંચનામું કર્યું હતું. શિક્ષકના જણાવ્યા પ્રમાણે પીડિત વિદ્યાર્થિની ઓગસ્ટ 2017થી તેના ક્લાસમાં આવતી હતી. આ દરમિયાન તેની સાથે તેને પ્રેમ થઈ ગયો હતો.

    શિક્ષકને સ્કૂલે સસ્પેન્ડ કર્યો

    આરોપી શિક્ષક ટ્યુટશન ક્લાસિસ ચલાવવા ઉપરાંત શહેરની એલેમ્બિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ સ્કૂલના તંત્રએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. એટલું જ નહીં તેની સામે ખાતાકિય તપાસના પણ આદેશ કરાયા છે.

    શું હતો બનાવ?

    વડોદરામાં એક ટ્યૂશન ક્લાસીસમાં શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો બનાવ ગયા અઠવાડિયે પોલીસ ચોપડે નોંધાયો હતો. સમગ્ર ઘટના અંગે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

    વડોદરામાં ટ્યુશન કલાસ ચલાવતાં વિનુ કટારિયા નામના શિક્ષકે તેના ટ્યુશન ક્લાસમાં આવતી સગીર વિદ્યાર્થીની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ફરિયાદ પ્રમાણે ધો-12માં અભ્યાસ કરતી 17 વર્ષની આ સગીરા પર વિનુ કટારીયા છેલ્લા એક વર્ષથી બળાત્કાર ગુજારી રહ્યો હતો. એટલું જ નહીં તે પોતાના મોબાઇલથી દર વખતે દુષ્કર્મનો વીડિયો પણ બનાવતો હતો. આ વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપીને તે અવાર-નવાર સગીરા પર બળાત્કાર ગુજરાતો રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: School, Teacher, Tuition Classes, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन