Home /News /madhya-gujarat /Vadodara News: વડોદરા: શિક્ષકનો પરિવાર એક સપ્તાહથી થયો ગુમ, મોબાઇલ પણ આવે છે સ્વિચ ઓફ

Vadodara News: વડોદરા: શિક્ષકનો પરિવાર એક સપ્તાહથી થયો ગુમ, મોબાઇલ પણ આવે છે સ્વિચ ઓફ

પરિવારની ફાઇલ તસવીર

આ પરિવારના છેલ્લા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં તેઓ 20મી તારીખે 2.05 કલાકે લિફ્ટમાં ઉતરીને બહાર જતો દેખાઇ રહ્યો છે

    વડોદરા: કપુરાઇમાં રહતો રાહુલ જોશીનો પરિવાર ગુમ થઇ ગયો છે. 20 તારીખ, બપોરના બે વાગ્યાથી આ પરિવાર ગુમ થઇ ગયો છે. એક સપ્તાહથી આ પરિવારનો ફોન પણ સ્વીચ ઓફ છે. તેમના વતન ભાવનગરમાં પણ કોઇ ભાળ મળી ન હતી. જે બાદ રાહુલ જોષીના ભાઇએ પોલીસને અરજી આપી છે. આ ભાઇ પ્રણવ ડભોઇમાં રહે છે.

    આ પરિવારના છેલ્લા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં તેઓ 20મી તારીખે 2.05 કલાકે લિફ્ટમાં ઉતરીને બહાર જતો દેખાઇ રહ્યો છે. જેમાં દંપતી સાથે દીકરો અને દીકરી પણ જતા દેખાઇ રહ્યા છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડભોઈ રોડ પર આવેલા કપુરાઈમાં રહેતા શિક્ષક પરિવાર સાથે રહસ્યમ્ય રીતે ગુમ થઇ ગયા છે. રાહુલ ભાઇના નાના ભાઇએ આ અંગે પાણીગેટ પોલીસને જાણ કરી છે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમની કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરાઈ છે.

    અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, પાક મોકલતો હતો સિમ કાર્ડ

    [caption id="attachment_1256373" align="alignnone" width="993"] પરિવારની ફાઇલ તસવીર[/caption]

    કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં રાહુલ જોશી પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતા હતા. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા.

    અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલનો પતિ આ શું કરી બેઠો? હવે તેની સામે કાર્યવાહી પણ પોલીસ જ કરશે

    [caption id="attachment_1256372" align="alignnone" width="1583"] છેલ્લીવાર પરિવાર સીસીટીવીમાં દેખાયો હતો.[/caption]

    આ અંગે એક મોટી વાત સામે આવી છે કે, રાહુલ જાશીના ફલેટ સામે 29 લાખની લોન લેવાઈ હતી, જે કપુરાઈ પાસે હોટેલ ધરાવતા નિરવભાઈના નામે લેવાઈ હતી. જેથી બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારે રાહુલ જોશીના ભાઈ પ્રણવ જોશીના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા પરંતુ ફોન લાગ્યો નહતો. જેથી પ્રણવભાઈએ તેમના સંબંધીઓને મોકલીને રાહુલભાઇના ઘરે મોકલ્યા હતા. પરંતુ રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. બીજા દિવસે પણ રાહુલભાઇ અને પરિવારનો કોઇ પત્તો લાગ્યો ન હતો. પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन