Home /News /madhya-gujarat /

વડોદરા: નરસિંહજીની પોળમાં આવેલા પૌરાણિક રામજી મંદિરથી શ્રી રામનો વરઘોડો નીકળ્યો

વડોદરા: નરસિંહજીની પોળમાં આવેલા પૌરાણિક રામજી મંદિરથી શ્રી રામનો વરઘોડો નીકળ્યો

રામજીના

રામજીના પરમ ભક્ત એવા હનુમાજી પણ વરઘોડામાં સામેલ થયા.

દેવ દિવાળીની ઉજવણી અંતર્ગત નરસિંહજીની પોળમાં આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે ચાલ્લા વિધિ યોજાઈ વરઘોડો કાઢવામાં આવ્યો. 

    વડોદરા: દેવ દિવાળીની ઉજવણી અંતર્ગત નરસિંહજીની પોળમાં આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે ચાલ્લા વિધિ યોજાઈ વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડામાં શ્રધ્ધાળુઓ હાજર રહયા તથા રામજીના પરમ ભક્ત એવા હનુમાજી પણ વરઘોડામાં સામેલ થયા.

    સંસ્કારી અને ધર્મની નગરી વડોદરા શહેરમાં દેવદિવાળીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે વિઠ્ઠલનાથજી ભગવાન અને રણછોડજીનો વરઘોડો યોજ્યા બાદ, આજે ભગવાન રામજીનો વરઘોડો સાંજે તુલસી વિવાહ માટે દલા પટેલની પોળ ખાતે પ્રસ્થાન થયો. તે પૂર્વે સવારે ભગવાન રામજીની ચાલ્લા વિધિ યોજાઈ હતી. જેમાં શરણાઈ વાદન સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એ ભગવાન રામજીને કુમકુમ અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર