Home /News /madhya-gujarat /વડોદરા: ઉધાર ન આપતાં દુકાનદાર પિતા-પુત્ર પર ઘોળા દિવસે ખુની હુમલો, સીસીટીવી

વડોદરા: ઉધાર ન આપતાં દુકાનદાર પિતા-પુત્ર પર ઘોળા દિવસે ખુની હુમલો, સીસીટીવી

જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ થયો છે

Vadodara Crime: દુકાનદાર પિતા-પૂત્ર પર છરી વડે હુમલો. ઉધાર ના આપતાં છરીથી હુમલો. જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ

    વડોદરા: શહેરમાં રહેતા એક દુકાનદાર પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ઉધાર ના આપતાં છરીથી હુમલો કરાયો છે. પિતા-પુત્ર પર કરવામાં આવેલો જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. આ ઘટનામાં પિતા-પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

    પિતા-પુત્ર પર ખુની હુમલાના સીસીટીવી સામે આવ્યા

    વડોદરામાં પિતા-પુત્ર પર ધોળે દિવસે હુમલો કરાયો છે. દુકાનદાર પિતા-પુત્ર પર ખુની હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. લક્ષ્મણ ગરાસિયા નામના રેલવે કર્મચારીએ ખુની હુમલો કર્યો છે. આ ઘટના ટીપી 13 વિસ્તારની મેઘધનુષ સોસાયટીના મહર્ષિ શોપિંગ સેન્ટરની છે. આ ઘટનામાં પિતાને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે તેમના પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા છે.

    આ પણ વાંચો: યુવતીના હાથમાં આવ્યો પોતાનો જ અશ્લીલ વીડિયો, બોયફ્રેન્ડના મિત્રે કર્યો કાંડ!

    ઉધાર ન આપતાં ચપ્પુ વડે હુમલો

    મળતી માહિતી અનુસાર, ઉધાર ન આપતાં માથાભારે રેલકર્મી ચપ્પુ વડે પિતા-પુત્ર પર તૂટી પડ્યો હતો. 22 હજારથી વધુની ઉધારી હોવાથી દુકાનદારે ઉધાર ન આપતાં હુમલો કરાયો હતો. આ સમગ્ર ઘટનામાં સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે રેલવે કર્મચારી છરી કાઢી હુમલો કર્યો હતો. ઘટનાને પગલે પિતા-પુત્રને ઇજા પહોંચી હતી. આ દરમિયાન જોઇ શકાય છે કે, એક યુવતી આસપાસના લોકોને મદદ માટે પોકારી રહી છે. ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસે હુમલાખોર રેલવે કર્મચારી સહિત બેની ધરપકડ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन