Home /News /madhya-gujarat /

વડોદરામાં ખાખીનો 'પાવર': દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માર્યો ઢોર માર, શર્ટ ફાડી નાખ્યો

વડોદરામાં ખાખીનો 'પાવર': દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માર્યો ઢોર માર, શર્ટ ફાડી નાખ્યો

બનાવ સીસીટીવીમાં કેદ થયો.

વડોદરામાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન પાનનો ગુલ્લો ખુલ્લો રાખનાર વ્યક્તિને ઢોર માર મારનાર બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા.

    વડોદરા: વડોદરા શહેરમાં બે પોલીસ કોન્સ્ટેબલ (Vadodara police constable beaten shop owner)ની મનમાની સામે આવી છે. રાત્રે દુકાન ખુલ્લી હોવાથી બંનેએ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે દુકાનદારને ઢોર માર માર્યો હતો. એટલે સુધી કે દુકાનદારનો ઢીકા-પાટું અને લાતો મારીને તેનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. દુકાનદારને માર મારવાની આ આખી ઘટના સીસીટીવી (CCTV footage)માં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં ડીસીપી કરણરાજ વાઘેલા (DCP Karanraj Vaghela)ના ધ્યાનમાં આ બનાવ આવતા તેમણે બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ (Two police constable suspended) કરી દીધા છે. આ મામલે એસીપી કૂંપાવતને તપાસ સોંપવામાં આવી છે.

    મળતી માહિતી પ્રમાણે વડોદરાના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂનો સમય પુરો થયા બાદ પણ એક પાનનો ગુલ્લો ખુલ્લો હતો. આ મામલે બે પોલીસ કોન્સ્ટેબલોએ દુકાનદારને ઢોર માર માર્યો હતો. જે બાદમાં બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ ગતિવિધિ પ્રતિબંધિત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: અમદાવાદની 144મી રથયાત્રા: મગ કે જાંબુ નહીં, માસ્કનો પ્રસાદ! તસવીરોમાં જુઓ ભગવાનની નગરચર્યા 

    વડોદરામાં ખાખીની દાદાગીરી, દુકાનદારને ઢોર માર માર્યો, શર્ટ ફાડી નાખ્યો pic.twitter.com/iwAMYibGbc

    વડોદરામાં જે બનાવ સામે આવ્યો છે તેમાં ખાખી વર્દીનો દૂરુપયોગ કરનાર માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઇને કર્ફ્યૂનો ભંગ કરનાર પાનના ગલ્લાવાળાને ઢોર માર માર્યો હતો. નિયમ પ્રમાણે બંનેએ પાનના ગલ્લાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ બંનેએ આવું ન કરતા દુકાનદારને માર માર્યો હતો અને તેનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. આ આખી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજ વાયરલ થયા બાદ બંને પોલીસ કોન્સ્ટેબલ સામે લોકોનો રોષ ફૂટી નીકળ્યો હતો.

    આ પણ વાંચો: સુરતમાં બુટલેગરો બેફામ: હત્યાના આરોપીએ જેલમાંથી છૂટીને વરઘોડો કાઢ્યો, ફટાકડા ફોડી સ્વાગત કરાયું

    આ પણ વાંચો: વિજય રૂપાણીએ ચાર વાગ્યે બ્રિજનું લોકાર્પણ કર્યું અને કલાકમાં જ સુરતીઓ તેને પિકનિક પોઇન્ટ બનાવી દીધો

    સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બંને પોલીસ કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં પાનના ગલ્લે પહોંચ્યા હતા. જે બાદમાં તેમણે દુકાનદારને માર મારવાની શરૂઆત કરી હતી. દુકાનદારનો તમાચા મારીને જમીન પર પાડી દેવામાં આવ્યો હતો. જે બાદમાં તેને લાતો મારવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે દુકાનદારનો શર્ટ પણ ફાટી ગયો છે. આ દરમિયાન દુકાનદાર માર સહન ન થતાં બને કોન્સ્ટેબલ સામે હાથ જોડી રહ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, Night Curfew, ગુનો, પોલીસ, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन