Home /News /madhya-gujarat /શાળાના બાળકોને "ગુડ ટચ, બેડ ટચ"ની સમજ કરાવતી વડોદરાની શી ટિમ....

શાળાના બાળકોને "ગુડ ટચ, બેડ ટચ"ની સમજ કરાવતી વડોદરાની શી ટિમ....

વડોદરા શહેરના 100 થી વધુ બાળકોને "ગુડ ટચ- બેડ ટચ" ની સમજ વડોદરા શી ટીમે આપી

સીટી પોલીસ સ્ટેશન શી ટીમના કર્મચારીઓ દ્વારા લધારામ સ્કૂલ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ માટે "સમજ સ્પર્શ"નો

    વડોદરા: શહેરમાં વધતા જતા દુષ્કર્મોને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, શહેરના તમામ નાગરિકોને એમાં ખાસ કરીને બાળકોને સારી અને ખરાબ બાબતોની સમજ હોવી જરૂરી છે.

    વડોદરા શહેરના પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ તથા જે.સી.પી. ચિરાગ કોરડીયા તથા અન્ય તમામ પોલીસ અધિકારીઓના સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ સ્ટેશન શી ટીમના કર્મચારીઓ દ્વારા લધારામ સ્કૂલ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ માટે "સમજ સ્પર્શ"નો અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં લધારામ સ્કૂલમાં 50 જેટલા બાળકો તથા 10 શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં 60 બાળકો તથા 3 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

    "સમજ સ્પર્શ" અવેરનેસ પ્રોગ્રામમાં બાળકોને "ગુડ ટચ, બેડ ટચ" વિશેના પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓને શી ટિમ વિશેની માહિતી આપવામાં આવેલ. તદુપરાંત બાળકોને પોલીસની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમનું ખાસ આયોજન બાળકોમાં જાગૃતતા લાવવા માટે કરવામાં આવ્યું હતું. બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ આ અંગે સમજ આપવામાં આવી જેનાથી બાળકોમાં નવી ઉર્જા તેમજ ઉત્સાહનો સંચાર થયેલ અને બાળકોને પ્રેરણા મળી. આ ઉપરાંત બાળકોના આત્મવિશ્વાસમાં પણ ઉમેરો થયેલ તેમજ બાળકો પોતાના ગુપ્ત ભાગો અંગે તથા સારા અને ખરાબ સ્પર્શ અંગે વધુ સજાગ બન્યા.

    આ પણ વાંચોઃ-surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

    આમ જોવા જઈએ તો વડોદરા શહેરના 100 થી વધુ બાળકોને "ગુડ ટચ- બેડ ટચ" ની સમજ વડોદરા શહેરની શી ટીમે કરવી. આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામો હવે ખૂબ જ જરૂરી બન્યા છે કારણ કે, દિવસે દિવસે દુષ્કર્મના કેસોમાં વધારો થવા લાગ્યો છે. જેને લઇને નાગરિકોમાં જાગૃતતા હોવી ખૂબ જ અનિવાર્ય બની છે. આ પ્રકારના અવેરનેસ પ્રોગ્રામ વડોદરા પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોને જાગૃત કરવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: She Team, Vadodara, વડોદરા પોલીસ, વડોદરા શહેર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन