Home /News /madhya-gujarat /

M.S. યુનિવર્સિટીનાં પ્રોફેસર અને વૈજ્ઞાનિકનું તેમની જ લેબમાં રહસ્યમય મોત

M.S. યુનિવર્સિટીનાં પ્રોફેસર અને વૈજ્ઞાનિકનું તેમની જ લેબમાં રહસ્યમય મોત

મૃતક ડોક્ટરની ફાઇલ તસવીર

બુધવારે રાતે તેઓ પોતાનાં એક સહયોગી સાથે ખાનગી લેબમાં હતાં.

    ફરિદખાન પઠાણ, વડોદરા: શહેરની એમ.એસ.યુનિવર્સિટીનાં પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડો. સુમંત ચૌબેનું બુધવારે રાતે તેમની જ ખાનગી લેબમાં રહસ્યમય મોત નીપજ્યું છે. ગોત્રી પોલીસે હાલ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં પછી જ મોતનું કારણ સામે આવશે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે વૈજ્ઞાનિક ડો. સુમંત ચૌબે તેઓ મૂળ વારાણસીનાં રહેવાસી છે. તેઓ પત્ની અને બે બાળકો સાથે ગોત્રી વિસ્તારમાં રહેતા હતાં.  આ જ વિસ્તારમાં તેમણે પોતાની ખાનગી લેબ પણ બનાવી હતી. બુધવારે રાતે તેઓ પોતાનાં એક સહયોગી સાથે ખાનગી લેબમાં હતાં. જ્યાં તે કામ કરી રહ્યાં હતા દરમિયાન તેમને એક સાધનની જરૂર પડી હતી. જેથી ડોક્ટરે સહયોગીને સાધન લેવા મોકલ્યા. ત્યાં સુધી ડોક્ટર એકદમ સ્વસ્થ હતાં. આ સહયોગી તે સાધન લઇને આવ્યો ત્યાં સુધીમાં તો ડોક્ટર જમીન પર બેભાન અવસ્થામાં પડ્યાં હતાં. તેથી સહયોગીએ પરિવાર જાણ કરીને તેમને હોસ્પિટલમાં લઇ ગયા. ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

    આ પણ વાંચો: વડોદરા : કમાટી બાગ ઝૂની માદા હિપોએ હુમલો કરતા નર હિપોનું મોત

    પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે તેમની મોત કોઇ ગેસનાં કારણે થઇ હોઇ શકે છે. સિવિલ હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી પૂર્ણ થશે અને રિપોર્ટ આવશે ત્યારે જ મોતનાં સાચા કારણની જાણ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: એમએસ યુનિ., ગુજરાત, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन