Home /News /madhya-gujarat /

વડોદરા: કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરીમાંથી આશરે 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

વડોદરા: કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરીમાંથી આશરે 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

સાવલીમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ

Gujarat Latest news: વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં નેક્ટક કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ લેબોરેટરી (Drug Laboratory) ધમધમતી હોવાનું સામે આવ્યું છે.

    વડોદરા: ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. વડોદરા એસઓજી (Vadodara SOG) અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં નેક્ટક કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ લેબોરેટરી (Drug Laboratory) ધમધમતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજીત 200 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યાનું કહેવાઇ રહ્યું છે. જોકે, આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ બાદ જ જાણ થશે કે, ડ્રગ્સનો કાચો માલ છે કે નહીં? કુલ કેટલા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે.

    મળતી માહિતી પ્રમાણે, પોલીસને સ્થળ પરથી અંદાજીત રૂ. 200 કિલોનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની અંદાજિત બજાર કિંમત આશરે એક હજાર કરોડ હોય શકે છે. આ અંગે હજી ગુજરાત એ.ટી.એસ દ્વારા કાર્યવાહી અને તપાસ ચાલી રહી હોવાની પણ વિગતો સાંપડી રહી છે.

    પોલીસ દ્વારા આ મામલામાં તપાસ ચાલી રહી છે કે, આ રેકેટમાં કોઇ મોટા માથા સંડોવાયેલા છે કે નહીં? ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો. આ સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ગુજરાત એટીએસ તપાસ કરીને પ્રેસકોન્ફરન્સ દ્વારા અધિકૃત  માહિતી આપશે.



    છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિઓ વધતા ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડ (Gujarat Anti Terrorism Squad) દ્વારા હવે આ ગુનાહિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. એ.ટી.એસ. દ્વારા છેલ્લા થોડા મહિનાઓમાં નોંધપાત્ર કામગીરી કરી અનેક દરોડામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે. તો થોડા દિવસો પહેલા પણ કચ્છના મુન્દ્રામાંથી ગત મહિને પકડાયેલ રૂ. 376 કરોડના હેરોઇન (Mundra Heroin) કેસમાં ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) દ્વારા કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ફરીદકોટ જેલમાંથી (Faridkot Jail) લાવવામાં આવેલા આ હિસ્ટ્રી શીટરની ધરપકડ થતાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ડ્રગ્સ, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन