Home /News /madhya-gujarat /

વડોદરા: લગ્નમાં ડીજે વગાડવા મામલે પથ્થરમારો તોડફોડ, પોલીસે છોડ્યો ટીયર ગેસ

વડોદરા: લગ્નમાં ડીજે વગાડવા મામલે પથ્થરમારો તોડફોડ, પોલીસે છોડ્યો ટીયર ગેસ

સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં ફરી એકવાર તોફાનનો મામલો સામે આવ્યો છે. ગત રાતે એક લગ્નમાં વરઘોડા દરમિયાન ડીજે વગાડવાની બાબતે મામલો બીચકાતાં તોફાનો માહોલ સર્જાયો હતો. બે જુથ સામસામે આવી જતાં પથ્થરમારો, તોડફોડ અને આગ ચંપી કરાતાં પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ટીયર ગેસ છોડવો પડ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરા #સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં ફરી એકવાર તોફાનનો મામલો સામે આવ્યો છે. ગત રાતે એક લગ્નમાં વરઘોડા દરમિયાન ડીજે વગાડવાની બાબતે મામલો બીચકાતાં તોફાનો માહોલ સર્જાયો હતો. બે જુથ સામસામે આવી જતાં પથ્થરમારો, તોડફોડ અને આગ ચંપી કરાતાં પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ટીયર ગેસ છોડવો પડ્યો હતો.

વડોદરાનાં ચાર દરવાજા સંવેદનશીલ વિસ્તારનાં ફતેપુરામાં લગ્નનો વરઘોડા અને ડીજે વગાડવા મામલે વાત વણસી હતી. જોતજોતામાં સાંપ્રદાયિક બે જુથો આમને સામને આવી ગયા હતા. પથ્થરમારા અને તોડફોડને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાઇ ગયો હતો

ફતેપુરાથી અડાણીયા પુલ અને પેહલવાનનાં ખાંચા સુઘી સ્થિતિ ખરાબ થઇ હતી. તોફાની ટોળાએ વાહનોની તોડફોડ સાથે વાહનોને આગચંપી કરતા ચારથી વઘુ વાહનો સળગી ગયા હતા. બે જુથો વચ્ચે પથ્થરમારો થતાં ઘટના સ્થળે દોડી આવેલ પોલીસ પણ ઇજાગ્રસ્ત થઇ હતી.

સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસનાં ઉચ્ચ અઘિકારીઓ પણ દોડી આવ્યા હતા અને ટીયર ગેસના સેલ છોડાયા હતા. જયારે ફતેપુરા વિસ્તારમાં પોલીસની ગાડી પર સુતળી બોંમ્બ પણ ફેંકાયો હતો. પોલીસે બોંમ્બ જેવી લાગતી આ વસ્તુ કબ્જે કરી એફએસએલ સહિત તપાસ હાથ ઘરી હોવાનું જોઇન્ટ પોલીસ કમિશનર ડી જે પટેલે જણાવ્યું હતું.
First published:

Tags: ગુજરાતી સમાચાર, તોફાન, પથ્થરમારો, પોલીસ`, લગ્ન, વડોદરા, વરઘોડો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन