Home /News /madhya-gujarat /Vadodara: વડોદરાવાસીઓને આરોગ્યલક્ષી સાધનો નિઃશુલ્ક મળશે

Vadodara: વડોદરાવાસીઓને આરોગ્યલક્ષી સાધનો નિઃશુલ્ક મળશે

માંજલપુરથી તરસાલી સુધી જાગૃતિરેલી પણ કાઢવામાં આવી હતી. 

વડોદરા શહેરના વી.એસ.ગ્રુપ સમિતી દ્રારા સેવાકીય હેતુથી તરસાલી ખાતે આરોગ્યલક્ષી સાધનો લોકોને મળી રહે તે હેતુસર નવી અને ત્રીજી શાખાની 

વડોદરા: શહેરના વી.એસ.ગ્રુપ સમિતી દ્રારા સેવાકીય હેતુથી તરસાલી ખાતે આરોગ્યલક્ષી સાધનો લોકોને મળી રહે તે હેતુસર નવી અને ત્રીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સાધનો જેવા કે, લાકડી, વોકર, ફોલ્ડિંગ કમોડ, ટોયલેટ ચેર, બરફની કોથળી, ગરમ પાણીની કોથળી, યુરિન પોટ, થુંકદાની, વ્હીલચેર, લોખંડનો પલંગ, ઓક્સિજન બોટલ અને સ્ટેન્ડ, ડાયાબીટીસ ચેકઅપનું મશીન, એરબેડ, વગેરે ઉપલબ્ધ છે.

આરોગ્યલક્ષી સાધનો માંજલપુર વિસ્તારમાં શિવમ ફ્લેટ, વિનીત પાર્ક, ફાટક નંબર- 233 પાસે, વાડી વિસ્તારમાં સન્ની સોપ, દલિયાવાળી નાકા, પ્રતાપનગર મેઈન રોડ પાસે તથા તરસાલી ખાતે બી - 288, મોતીનગર સોસાયટી નં 2, ગણપતિ મંદિરની બાજુમાં, સાંઈબાબા મંદિરની ગલીમાં સ્થત્તિ છે. તમામ જરૂરિયાતમંદ લોકો અહીંથી આરોગ્યલક્ષી સાધનો નિઃશુલ્ક એક મહિના માટે અહીંથી મેળવી શકશે. તથા જે વ્યક્તિ સાધન લેવા આવશે તેને ફક્ત આઈડી કાર્ડની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે.

વી.એસ. ગ્રુપ સમિતિ દ્વારા સમાજના દરેક લોકોને અને નાનામાં-નાના વ્યક્તિઓને મદદરૂપ થવાની ભાવના હમેશા રહેલી છે. સાથે સાથે સમાજના લોકોનું મનોબળ કેવી રીતે વધે એવા સમાજલક્ષી લોકોઉપયોગી કાર્યો કરતું આવ્યું છે. તથા વી.એસ. ગ્રુપ સમિતિ દ્વારા અગાઉ પણ કોરોના કાળ દરમિયાન લોકોને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા વેક્સિનની સુવિધા પણ પૂરી પાડી હતી. બીજા ઘણાં સામાજિક કાર્યો જેવા કે જરૂરિયાત મંદોને વસ્તુઓ પણ પુરી પાડેલ છે. શહેરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવી, એવી લોકોમાં જાગૃતિ લાવેલ છે.

આ પણ વાંચો: નરેશ પટેલનું મોટું નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

તરસાલી ખાતેની ત્રીજી શાખા નારાયણ માધું (joint comissioner higher education), પ્રેગ્નેશ પુરાણી, રામનામ સંતસંગી સુરેશ પટેલ અને રમેશ ચૌહાણ સહિતના અગ્રણીઓએ ખુલ્લી મૂકી હતી. તદુપરાંત માંજલપુરથી તરસાલી સુધી જાગૃતિરેલી પણ કાઢવામાં આવી હતી. જેથી કરીને જેમ બને તેમ વધુ લોકોને આ પ્રકારની નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાની જાણકારી મળે અને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તે જ હેતુસર આ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે.
First published:

Tags: Health આરોગ્ય, Vadodara, વડોદરા શહેર