Home /News /madhya-gujarat /વડોદરા : દુષ્કર્મ કેસમાં પોલીસનો RTOને અજીબોગરીબ સવાલ- શું SUVમાં રેપ થાય એટલી જગ્યા હોય છે?

વડોદરા : દુષ્કર્મ કેસમાં પોલીસનો RTOને અજીબોગરીબ સવાલ- શું SUVમાં રેપ થાય એટલી જગ્યા હોય છે?

વડોદરાના પાદરા નગરપાલિકાના સદસ્ય પર દુષ્કર્મનો આરોપ

Vadodara Rape : ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે કહ્યું કે તેઓ જાણવા માગે છે કે શું રેપ જેવી કોઈ ઘટના ગાડીની પાછળની સીટ પર થઈ શકે. ઉપરાંત તેઓ એ પણ જાણવા માંગે છે કે ગાડીમાં સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે

વડોદરા : રાજ્યના વડોદરા (Vadodara)માં ગત 3મી એપ્રિલે એક ચકચારી રેપ કેસ (Rape case) પોલીસ ચોપડે નોંધાયો હતો. પાદરા નગરપાલિકાના સદસ્ય ભાવેશ પટેલ પર ફોર્ચ્યૂનર કારમાં બળાત્કાર ગુજારવાનો કેસ દાખલ થયો છે. આ કેસમાં વડોદરા પોલીસે (Vadodara Police) આરટીઓ (RTO) ઑફિસને એક ચોંકાવનારો સવાલ પૂછ્યો છે. પોલીસ આરટીઓ પાસેથી એ જાણવા માંગે છે કે સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલમાં (SUV) બળાત્કાર (Rape) ગુજરાતી શકાય એટલી જગ્યા હોય છે? સાથે પોલીસ એ પણ જાણવા માગે છે કે ગાડીમાં સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે પૂછપરછમાં એક ટોયોટા ફૉર્ચ્યૂનર ગાડી અંગે તપાસ કરી છે. માલિક ભાવેષ પટેલ એપીએમસીનો પૂર્વ ડાયરેક્ટર પણ હતો. હકિકતમાં આરટીઓ એક્સીડેન્ટ બાદ ગાડીના ફિટનેસની માહિતી આપે છે ન કે ગાડીમાં કેટલી જગ્યા હોય છે અથવા અન્ય બાબતો વિશે.

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

રિપોર્ટ અનુસાર આરટીઓના અધિકારીઓ પોતે પણ આવા સવાલથી આશ્ચર્યચકિત છે. અખબારે એક આરટીઓ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, આરટીઓ ફક્ત ગણિતના અહેવાલો આપી શકે છે. તે સ્થળે કોઈ ગુનો થયો છે કે કેમ તે વિભાગ ચોક્કસપણે વિચાર કરી શકશે નહીં. તેને સાબિત કરવું પોલીસનું કામ છે.
" isDesktop="true" id="1095032" >

ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વાળાએ જણાવ્યું કે તેઓ ફરિયાદના આધારે એ જાણવા માંગે છે કે રેપ અથવા તો તેના જેવી અન્ય કોઈ ઘટના ગાડીની પાછલી સીટમાં થઈ શકે ખરી? વાળાએ કહ્યું, 'ગાડીમાં આવતી લેગ સ્પેસ ગુનાને અંજામ આપવા માટે પુરતી છે કે નહીં તે જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચે પીડિતા અને આરોપીની લંબાઈની પણ તપાસ કરી છે. આ ઉપરાંત તેઓ એ પણ જાણવા માગે છે કે ઘટના સમયે જો કોઈ કાર રોકાયેલી હતી તો પીડિતાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો કે નહી, એટલે કે તેઓ ગાડીની લૉકિંગ સિસ્ટમ વિશે જાણવા માંગે છે.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

ભાવેશ પટેલની પાદરાના માલદાર નેતા તરીકે ગણતરી થાય છે. આ ઉપરાંત તેમની સામે અલગ અલગ 18 ગુનામાં તપાસ ચાલી રહી છે. રેપની આ કથિત ઘટના 26-27મીની રાત્રીએ થઈ હતી. પોલીસને આ મામલે 30મી એપ્રિલે ફરિયાદ મળી હતી. ત્યારબાદ આરોપીને બીજી મેના રોજ રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં તે ન્યાયિક હિરાસતમાં છે.

આ પણ વાંચો : સુરત : પૂર્વ ધારાસભ્યએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી, દર્દીઓ માટે જાતે આપી રહ્યા છે સેવા- Viral Video

વડોદરાના જિલ્લા પોલીસ વડા દેસાઈના માધ્યમથી અખબારે ટાંક્યુ કે 'અમે આરટીઓને ખાસ કરીને બે પાસા વિશે પૂછી રહ્યા છે જે ફરિયાદને સાબિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. જેમાં એક સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ જેને ફક્ત ચાલકની સીટ પરથી જ સંચાલિત કરી શકાય છે અને બીજું સીટનું પુશબેક જેના માધ્યમથી આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ માટે લેગસ્પેસ બનાવી હોય. આ બંને પાસાના ઉત્તર મળી ગયા બાદ અમે કેસ કોર્ટ સામે રજૂ કરીશું.
First published:

Tags: Rape-case, SUV, Vadodara, આરટીઓ

विज्ञापन