Home /News /madhya-gujarat /વડોદરા: રેલવે પ્લેટફોર્મ પર યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

વડોદરા: રેલવે પ્લેટફોર્મ પર યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

બનાવ સીસીટીવીમાં કેદ.

Vadodara news: રેલવે સ્ટેશન પર ખુલ્લેઆમ એક યુવક પર હુમલો થયો હોવાની વાતથી સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠ્યા છે. યુવક ચપ્પુ લઈને રેલવે પ્લેટફોર્મ સુધી કેવી રીતે પહોંચી ગયો તે પણ સવાલ છે.

વડોદરા: વડોદરાના રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પર એક ફેરિયા પર હુમલાનો બનાવ બન્યો છે. આ સમગ્ર બનાવ અહીં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થઈ ગયો છે. ફેરિયાને ચપ્પાના ઘા ઝીંકીને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો છે. બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રેલવે પ્લેટફોર્મ પર લોકોની અવરજવર હતી ત્યારે જ આ રીતે ખુલ્લેઆમ એક યુવક પર હુમલો થયો હોવાની વાતથી સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠ્યા છે. યુવક ચપ્પુ લઈને રેલવે પ્લેટફોર્મ સુધી કેવી રીતે પહોંચી ગયો તે પણ સવાલ છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ફેરિયા પર ચપ્પુથી હુમલો થયો છે. 36 વર્ષીય મનોજકુમાર રામ શૃંગાર ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ મનોજકુમારને સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે ગણતરીની જ કલાકોમાં હુમલાખોર 19 વર્ષીય યુવક કુંદન દુબેને પરશુરામ ભઠા પાસેથી ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: 6 ઓગસ્ટ, 2021: આજે આ 20 સ્ટૉકમાં કરો મોટી કમાણી, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

બનાવ સીસીટીવીમાં કેદ

આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં જોઈ શકાય છે કે લાલ રંગની ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ પ્લેટફોર્મ પર આવે છે અને પીડિત યુવક સાથે વાતચીત કરે છે. જે બાદમાં તે અચાનક પોતાના પગના બૂટના ભાગે છૂપાવી રાખેલું ચપ્પુ બહાર કાઢે છે અને પીડિત પર પ્રહાર કરે છે. આ દરમિયાન પીડિત પણ પ્રતિકાર કરે છે. ચપ્પાથી હુમલા બાદ હુમલાખોરને ત્યાંથી ભાગતો જોઈ શકાય છે.

આ પણ વાંચો: ઓઇલ ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બાદ ભભૂકી ઉઠી આગ, રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો બનાવ, જુઓ તસવીરો 
" isDesktop="true" id="1121632" >

પુત્રએ કરી પિતાની હત્યા

વડોદરાના બીજા એક બનાવમાં પાદરાના મોભા ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગે અવાવરું જગ્યામાંથી આધેડ રાજુ જયસ્વાલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે આધેડના પુત્ર સમરજીતની ધરપકડ કરી છે. રાજુ જયસ્વાલના પુત્ર સમરજીત ઉર્ફે કલ્લુએ જ પિતાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમરજીતે પોતાના એક સાગરીતની મદદ લઈને પિતાને ગળેટૂંપો આપી દીધો હતો, જે બાદમાં માથાના ભાગે લોખંડની પાઈપ ફટકારી દીધી હતી. પોલીસ તપાસમાં રાજુએ જણાવ્યું હતું કે, તેના પિતાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા. તેઓ તેની પાછળ પૈસા ખર્ચ કરી નાખતા હતા.
First published:

Tags: Vadodara, છરી, રેલવે સ્ટેશન, હુમલો