સુરત બાદ વડોદરાનો PSI પણ ફરાર, હત્યાનો કર્યો હતો પ્રયાસ

મકરપુરા પોલીસને પોતાના જ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે આઇપીસી 307 મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવાની ફરજ પડી છે.

News18 Gujarati
Updated: June 7, 2019, 12:17 PM IST
સુરત બાદ વડોદરાનો PSI પણ ફરાર, હત્યાનો કર્યો હતો પ્રયાસ
પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 7, 2019, 12:17 PM IST
ફરીદખાન પઠાણ, વડોદરા : રાજ્યમાં જાણે પોલીસ કર્મીઓની ફરાર થવાની મોસમ ચાલે છે. થોડા દિવસ પહેલા સુરતમાં શકમંદ આરોપીનાં મૃત્યુંનાં કેસમાં આઠ પોલીસ કર્મીઓ ફરાર છે ત્યારે વડોદારાનાં પીએસઆઈ પણ ફરાર થયા છે. વડોદરાનાં મકરપુરા પોલીસ સ્ટેશનનાં પ્રોબેશનર પીએસઆઈ શક્તિસિંહ ચુડાસમાએ પાનનાં ગલ્લાવાળા સાથે ઝઘડો થયા બાદ ગલ્લાવાળાનાં પુત્રને ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પીએસઆઈ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો છે. મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે પીએસઆઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચો : અપરિણીત તબીબ બહેને ઠંડે કલેજે કરી ભાઇ-ભત્રીજીની હત્યા, આપતી હતી સ્લો પોઇઝન

શું છે ફરિયાદ?

ગલ્લા માલિકનાં પુત્ર સુમિત પ્રજાપતિએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ પ્રમાણે, સાંજના સમયે મારા પિતા પાન ગલ્લા પર બેઠા હતા તે સમયે પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સિવિલ ડ્રેસમાં આવ્યા હતા. તેમણે મારા પિતા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળતા જ અમે ગલ્લા પર આવી પહોંચ્યા હતા. અમે જ્યારે ઝઘડો પીએસઆઈને પૂંછ્યું કે મારા પિતા સામે કેમ ઝઘડો કરો છે. તેવો સવાલ કરતા પીએસઆઇએ તમે વચ્ચે બોલનાર કોણ છો. તેમ કહીને અમારી સાથે પણ ઝપાઝપી કરી હતી. જેમાં આવેશમાં આવી ગયેલા પીએસઆઇએ પોતાની પાસેથી સર્વિસ રિવોલ્વરમાંથી 4 રાઉન્ડ ફાયરિગ અમારા પર કર્યું હતું. જેમાં બે ગોળી પેટના ભાગે અને એક ગોળી જાંઘના ભાગે વાગતા મને ઇજા થઇ હતી. આમ પીએસઆઇએ અમારા પર ફાયરિંગ કરીને હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ગલ્લા માલિકનો પુત્ર સુમિત પ્રજાપતિ સારવાર હેઠળ


સ્વરક્ષણમાં ગોળીબાર?
Loading...

આ ઘટના બાદ સુમિતને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યારે પીએસઆઈ ચુડાસમા ત્યાંથી મકરપુરા પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાં તેમણે પોતાની પર હુમલો થયાનું કહ્યું હતું. આ હુમલામાં સ્વરક્ષણમાં ગોળીબાર કરવો પડ્યો તેવું પણ જણાવ્યું હતું.

PSI  સામે નોંધાયો ગુનો

પહેલા તો મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમના સહકર્મીનો બચાવ કર્યો હતો પરંતુ પછી પરિવારનાં રોષને કારણે મકરપુરા પોલીસને પોતાના જ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે આઇપીસી 307 મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવાની ફરજ પડી છે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...