Home /News /madhya-gujarat /

વડોદરાઃ પ્રજ્ઞા ચક્ષુ દર્પણ ઈનાની CAની પરીક્ષા કરી પાસ, ત્રણ વર્ષનો હતો ત્યારે તબીબી ભૂલના કારણે આંખો ગુમાવી

વડોદરાઃ પ્રજ્ઞા ચક્ષુ દર્પણ ઈનાની CAની પરીક્ષા કરી પાસ, ત્રણ વર્ષનો હતો ત્યારે તબીબી ભૂલના કારણે આંખો ગુમાવી

ફાઈલ તસવીર

દર્પણ 3 સાલનો હતો ત્યારે એક તબીબી ભૂલના કારણે લખોમાં એકને થાય એવા સ્ટીવેન્સ જોન્સન સિન્ડ્રોમનો ભોગ બન્યો અને તેને દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. પરંતુ કહે છે કે જયારે કુદરત એક બારી બંધ કરે ત્યારે બીજી અનેક બારી સામે ખોલી ને આપે છે.

  અંકિત ઘોનસીકર, વડોદરા : હાલમાં જ જાહેર જરાયેલા સીએ  ફાયનલના પરિણામમાં વડોદરાના (Vadodara) 25 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ (blind) દર્પણ ઈનાની (darpan Inani) ખુબજ જટીલ ગણાતી ચાર્ટેડ અકકન્ટેન્ટની પરીક્ષા પાસ કરવામાં સફળ નીવડ્યા છે. દર્પણ 3 સાલનો હતો ત્યારે એક તબીબી (doctor) ભૂલના કારણે લખોમાં એકને થાય એવા સ્ટીવેન્સ જોન્સન સિન્ડ્રોમનો (Stevens Johnson Syndrome) ભોગ બન્યો અને તેને દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. પરંતુ કહે છે કે જયારે કુદરત એક બારી બંધ કરે ત્યારે બીજી અનેક બારી સામે ખોલી ને આપે છે.

  દર્પણે દ્રષ્ટિ તો ગુમાવી દીધી પરંતુ સામે તેના માં અસામન્ય પ્રતિભા સપપન્ન બન્યો. દર્પણે જીવન માં ક્યારેય સ્વીકાર્યું જ નહિ કે પોતે દ્રષ્ટિ હીન છે તે એક ખામી છે. અન્ય પ્રજ્ઞા ચક્ષુ બાળકો જો આ રીતે ખામી ધરાવતા હોય તો તેઓ ને આગળ ભાવમાં માટે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરવો પડે પરંતુ દર્પણનું સ્કૂલિંગ પણ સ્વમાન્ય બાળકો સાથે જ થયું. ટીચર ભણાવતા જે કાંઈ બોલે તે સાંભળીને દર્પણ બધું સ્મરણમાં રાખી લેતો અને આ રીતે તેને ભણવાનું પૂરું કર્યું. બાદમાં જયારે તે 12માં ધોરણ માં આવ્યો ત્યારે તેને વિચાર્યું કે કાંઈક અલગ કરવું છે.અપને પોતાની જાતે તાપસ કરતા ખબર પડી કે હજુ સુધી કોઈ પ્રજ્ઞા ચક્ષુ સીએ થયું હોય એવું રેકોર્ડમાં નથી એટલે તેણે સીએ  બનવાનું મન બનાવી લીધું .અને આ રીતે તેની સીએ ની મંજિલ તરફની યાત્રા શરુ થઇ.

  તેના ભણવા માં તેના માતાપિતા નો ખુબજ સહિયોગ દર્પણ ને પ્રાપ્ત થયો પોતે વેપારી હોવા છતાં દર્પણ ના પિતા પોતે સ્ટડી કરી તેને ભણાવતા . સાથે કોર્સ ના તમામ સ્ટડી મટીરીયલ ની pdf કોપી કાઢી ને દર્પણ પોતાના કમ્પ્યુટર માં વોઇસ કમાન્ડ દ્વારા pdfમાં લખેલું સાંભળતો અને આ રીતે સ્ટડી કરતો. આ સિવાય દર્પણ વધુ એક સિદ્ધિ પણ ધરાવે છે . કિશોર અવસ્થા માં જ તેને ચેસ પ્રત્યે લગાવ થઇ ગયો હતો અને તે સામાન્ય ચેસ પ્લેયર સાથે જ ચેસ રમતો. બુદ્ધિ બળની રમત ગણાતી ચેસ માં પણ તે એટલો પાવરધો થઇ ગયો કે તે સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન રમી ને તેમાં સુંદર દેખાવ કરી ચુક્યો છે.

  આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

  દર્પણ કહે છે કે સીએ ની પરીક્ષા પાસ કરવી એ મારે માટે એક ચેલેન્જ સમાન હતું. કારણ કે અન્ય વિધાર્થીઓ વાંચી લખી ને અભ્યાસ કરે છે જયારે મારે સાંભળીને જે અભ્યાસ કરવાનો હતો. અનેક મુશ્કેલીઓ હોવા છતાં આજે તેને આ કઠિન પરીક્ષા પાસ કરી છે તેની તેને ઘણી ખુશી છે હવે તે આગળ ભવિષ્ય મેં ખુદ ની સીએ ફર્મ ખોલી જાતે જ પ્રેકટીસ કરવા માંગે છે સાથે તે ચેસ ની રમત માં પણ આગળ વધવા માંગે છે . દર્પણ નું જીવન અનેક લોકો માટે પ્રેરણા રૂપ બની શકે છે તે કહે છે કે તમે માનો તેજ તમારી મર્યાદા છે એટલે મર્યાદા થી આગળ વિચારો  તો તમને સફળ બનતા કોઈ નહિ રોકી શકે.  દર્પણની આ સિદ્ધિની તેના પરિવારમાં ખુશીનો માહોલ છે .દર્પણ તેના માતાપિતાનું એકનું એક સંતાન છે. અને જયારે દર્પણ ન જીવનમાં આ શારીરિક ખામી આવી તો પણ તેના માતા પિતા એ તેને પુરા આત્મવિશ્વાસ સાથે પોતાના સંતાનની ખામીને અવગણી તેને સામાન્ય બાળક તરીકે જ ઉછેર્યો જેનું આ પરિણામ છે કે દર્પણ પોતે પણ સામાન્ય લોકો કરતા પોતાને બિલકુલ ઓછો આંકતો નથી.
  Published by:ankit patel
  First published:

  Tags: Positive story, ગુજરાત, વડોદરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन