વડોદરા: શહેરમાં હાલ ટ્રાફિકને લઈને વડોદરા પોલીસ જોરશોરથી કાર્યરત છે. જેમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્રારા વાહન પાછળ રિફલેક્ટરના લગાડેલો હોય, અડચણ રૂપ તેમજ નો પાર્કિંગમાં વાહન પાર્ક કરેલ હોય અથવા તેમજ રોંગ સાઇડે વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળદંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સુચના મુજબ ગઈકાલથી શહેર વિસ્તારના અડચણરૂપ વાહનો તેમજ નો પાર્કિંગમાં વાહનો લોકો પાર્ક કરે છે તથા રોંગ સાઈડ વાહન ચલાવતા હોય, તેમજ વાહન પાછળ રિફલેક્ટર કે બ્રેક લાઈટ ન હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલી છે. જો વડોદરાવાસીઓ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે અથવા તો ટ્રાફિકને લઈને કોઈપણ જાતની ગેરવર્તણૂક કરતા નજરે ચડશે, તો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર જ તેની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેર પુર્વ ઝોનના જુદા જુદા વિસ્તારોમા જુદા-જુદા PI, PSI, ASI, HC, PC નાઓની જુદી-જુદી ટીમો બનાવી ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધની ઝુબેંશ દરમ્યાન કુલ- 01 તથા અડચણરૂપ વાહનો તેમજ નો પાર્કિંગ માં વાહનો મુકતા કુલ - 20 તથા વાહનો પાછળ રિફલેક્ટર નહીં લગાડે તેમજ બ્રેક લાઈટ વગરના કુલ- 15 જેટલા વાહન ચાલકો મળી આવતા, કુલ- 10 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. તથા 03 વાહનચાલકોના લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ કુલ- 36 વાહન ચાલકોના કુલ રૂપિયા 19,000/- સમાધાન શુલ્ક વસૂલવામાં આવ્યા છે અને 75 જેટલા વાહનો પાછળ રિફલેક્ટર સ્ટીકર લગાડવામાં આવેલ છે. આગામી સમયમાં પણ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ જ પ્રમાણેની ડ્રાઇવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.