Home /News /madhya-gujarat /

વડોદરા: આપઘાતના વિચારો આવે છે, જીવનમાં હતાશા વ્યાપી ગઈ છે? એક ફોન કરો, પોલીસ કરશે મદદ

વડોદરા: આપઘાતના વિચારો આવે છે, જીવનમાં હતાશા વ્યાપી ગઈ છે? એક ફોન કરો, પોલીસ કરશે મદદ

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક તસવીર

Vadodara News : વડોદરા પોલીસની શી ટીમ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે જેના દ્વારા અનેક લોકોને મળી છે નવી જિંદગી, શું છે આ પ્રોજેક્ટ, કઈ હેલ્પલાઇન પર કરશો ફોન, જાણો આ અહેવાલમાં

    વડોદરા શહેરની (Vadodara) પોલીસ (Police) ટીમ (She Team) દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરની પોલીસ વિભાગની સી ટીમ દ્વારા ઝીંદગી કરી ને નવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેમાં જિંદગીથી કંટાળી ને આપઘાતનું પગલું ભરતા લોકોને અટકાવી શકાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

    ખાખી વર્દી પહેરીને હંમેશા ગુનેગાર વિરૂધ્ધ કામગીરી કરતા પોલીસ અધિકારીઓને આપને જાણીએ છીએ પરંતુ પોલીસનો એક અલગ ચહેરો પણ જોવા મળ્યો છે. કોરોના કાળ દરમિયાન લોકોમાં નિરાશાનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે લોકો કોઈ ને કોઈ કારણોસર આપઘાતના (Suicide)  કિસ્સા ઓ વધી રહ્યા છે તો તેને ટાળવા ખૂબ જ જરૂરી છે. જેના માટે શહેર પોલીસ ની સી ટીમ દ્વારા 24*7 એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ ફોન કરી પોતાની સમસ્યા જણાવી સમાધાન મેળવી શકે છે.

    જે તે નિરાશ વ્યક્તિ ને સમજાવવા માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા MS યુનિવર્સિટીના કાઉન્સિલરની મદદ લેવામાં આવે છે અને આપધાત સુધી પહોંચેલા નાગરિકને પૂરતું માર્ગદર્શન આપવી અને તેમને યોગ્ય નિરાકરણ પણ મળે છે.

    અનેક મુશ્કેલી પાર કરી સી ટીમ કરે છે કામગીરી સી ટીમ ના મેમ્બર કે જેઓને પેટ્રોલિંગ સમયે કોલ મળે છે ને તેમને કોલ કરેલ વ્યક્તિ સુધી પહોંચવું પડે છે અને તેમના ઉગ્રતા નો ભોગ પણ બનવું પડે છે. પરંતુ પોલીસ વિભાગના સૂત્રની માફિક તેમને નાગરિકની સેવા કરવા માટે શાંતિથી આપઘાત કરવા જતા વ્યક્તિની સુરક્ષાની ધ્યાન રાખી યોગ્ય રીતે તે વ્યક્તિને નિરાશા માથી બહાર કાઢવી પડે છે.

    છેલ્લા 1 મહિનામાં જિંદગી હેલ્પલાઇન માટેના 142 કોલ મળતા હતા અને તેમાંથી 141 કોલનું નિરાકરણ સફળતા પૂર્વક સી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે તો એક કોલ માટેની કામગીરી પણ શરૂ છે. મહત્વની વાત તો એ છે કે ખોટા લોકો પર કડક કાર્યવાહી કરતી પોલીસ આજે લોકોની જીંદગી બચાવવા માટેના પણ પ્રયાસો અનેક રીતે કરી રહી છે, જેનું ઉત્તમ પરિણામ વડોદરા શહેરની સી ટીમ દ્વારા થતી કામગીરી પૂર્ણ પાડી રહી છે.

    હેલ્પલાઈન નંબર- 7069944100 / 1096
    First published:

    Tags: Project Zindagi, She Team, Vadodara, વડોદરા પોલીસ, વડોદરા સમાચાર

    આગામી સમાચાર