વડોદરા : સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત

News18 Gujarati
Updated: November 30, 2019, 4:19 PM IST
વડોદરા : સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત
પોલીસે જાહેર કરેલા સ્કેચ.

આરોપીઓને પકડવા માટે પોલીસના 200થી વધારે કર્મીઓ કામે લાગ્યા, 50 જેટલા શંકમંદોની અટકાયત, પોલીસ આરોપીઓના નવા સ્કેચ જાહેર કર્યાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડોદરા સામૂહિક દુષ્કર્મને 35 કલાક કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી. આ મામલે હવે પોલીસે આરોપીઓને પકડવા માટે માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓના નવા સ્કેચ પણ જાહેર કર્યા છે. પોલીસની 22થી વધુ ટીમો દુષ્કર્મનો કેસ ઉકેલવા માટે કામે લાગી છે. પોલીસ તરફથી આસપાસના દરેક ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે.

200થી વધારે પોલીસ જવાનો તપાસમાં જોડાયા

આ મામલે વડોદરા શહેર કમિશનર અનુપમસિંહ ગહલોતે ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટર ફરિદખાન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, "28 તારીખે રાત્રે બનેલા બનાવમાં આરોપીઓને પકડવા માટે પોલીસના વિવિધ વિભાગની 22 જેટલી ટીમો કામ કરી રહી છે. આશરે 200 જેટલા પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના જવાનો તપાસમાં લાગ્યા છે. આ વિસ્તારના તમામ ઘરોમાં પૂછપરછ કરવામાં આવી રહી છે."

પોલીસે નવલખી મેદાનનો ડ્રોન સર્વે કર્યો હતો.


નવા સ્કેચ જાહેર

પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આરોપીઓના નવા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને સ્કેચ 90 ટકા જેટલા મળતા આવે છે. પીડિતાને આ સ્કેચ બતાવવામાં આવતા તેણે આરોપીઓ આવા જ દેખાતા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આરોપીઓની માહિતી આપનારને રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.પોલીસે 50 જેટલા શકમંદોની પૂછપરછ કરી

પોલીસના જણાવ્યા પ્રમાણે ટેક્નિકલ ટીમ, એફએસએલ, મેડિકલ ટીમ અને સીસીટીવી ટીમની મદદથી 50 જેટલા શકમંદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કેચ જેવા દેખાતા 10-12 યુવકોની પણ પોલીસે અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે.જાણકાર વ્યક્તિ જ અહીં આવી શકે

પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે નવલખી મેદાનની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અહીં કોઈ જાણકાર વ્યક્તિ જ આવી શકે. મેદાનના પાછળનો આખો વિસ્તાર ઝાડી ઝાખરા વાળો છે. એટલે વારંવાર આ વિસ્તારનો ઉપયોગ કરતા હોય તેવા લોકો જ આ કેસમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. આ ઉપરાંત પોલીસે ડ્રોનની મદદથી આખા નવલખી મેદાનનો સર્વે કર્યો છે. એટલું જ નહીં મેદાનના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર લાગેલા સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આ આખો વિસ્તાર ખાનગી માલિકીનો છે. પોલીસે આ વિસ્તારમાં લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશનને વિનંતી પણ કરી છે.

વડોદરામાં શ્રમજીવી યુવતી સાથે શારીરિક છેડછાડ

વડોદરામાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો હજી ઉકેલાયો નથી ત્યારે શહેરમાં એક શ્રમજીવી યુવતી સાથે શારીરિક છેડછાડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવતી રાત્રીના સમયે પરિવાર સાથે સૂતી હતી ત્યારે અનિલ એક ઈસમે તેણીની છેડતી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. યુવકે રાત્રે ત્રણ વાગ્યે ઝૂંપડામાં જઈને યુવતીની છેડતી કરી હતી. યુવતી બાંધકામની સાઇટમાં કામ કરે છે. આ મામલે પોલીસે 24 વર્ષના અનિલ ચાદસી સોનકર નામના યુવક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાનો પ્રયાસો શરૂ કર્યા છે.
First published: November 30, 2019, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading