Home /News /madhya-gujarat /મોઢે માસ્ક નહીં, બાઇકમાં નંબર પ્લેટ નહીં અને ચાલુ વાહને ફોન પર વાત: વડોદરાનો પોલીસકર્મી સસ્પેન્ડ

મોઢે માસ્ક નહીં, બાઇકમાં નંબર પ્લેટ નહીં અને ચાલુ વાહને ફોન પર વાત: વડોદરાનો પોલીસકર્મી સસ્પેન્ડ

વીડિયો વાયરલ થતા કોન્સ્ટેબલ સસ્પેન્ડ.

Vadodara Police: બુધવારે વડોદરાના પોલીસ કોન્સ્ટેબલનો માસ્ક વગરનો વીડિયો વાયરલ થયો હતો, તપાસ દરમિયાન પોલીસકર્મી પોલીસ કંટ્રોલરૂમમાં કામ કરતો હોવનું સામે આવ્યું છે.

વડોદરા: વડોદરા શહેરમાં બુધવારે એક પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. જેમાં બે વ્યક્તિઓએ વીડિયો ઉતાર્યા બાદ પોલીસ કોન્સટેબલને દંડ ભરાવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલે કોવિડ-19 (Covid-19) અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે તપાસ બાદ વડોદરાના પોલીસ કમિશનર (Vadodara police commissioner) શમશેરસિંગે તેને સસ્પેન્ડ કરી દીધો છે. કોન્સ્ટેબલ માસ્ક (Mask) પહેર્યાં વગર જ જઈ રહ્યો હતો. આ ઉપરાંત તે જે બાઈક લઈને જઈ રહ્યો હતો તેની નંબર પ્લેટ પણ ન હતી. આ ઉપરાંત તે ફોન પર વાતચીત કરતાં કરતાં જતો હતો. (આ પણ વાંચો'રૂપિયા મફતમાં નથી આવતા,' અમદાવાદમાં યુવકે માસ્કના દંડ મામલે પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો)

આ અંગે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે માસ્ક વગર બાઇક લઈને જઈ રહેલા પોલીસકર્મીનો અન્ય બાઇક પર જઇ રહેલા બે યુવકોએ પીછો કર્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો. બંનેએ પોલીસ કોન્સ્ટેબલને અટકાવીને તેને દંડ ભરવા માટે કહ્યું હતું. આ દરમિયાન ત્રણેય વચ્ચે રકઝક પણ થઈ હતી. આ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, પોલીસકર્મી જે બાઈક લઈને જઈ રહ્યો હતો તેની નંબર પ્લેટ પણ ન હતી.

આ પણ વાંચો: સવારે પિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, થોડીવાર બાદ એ જ ફંદા પર લટકી ગયો પુત્ર

યુવકોએ જ્યારે માસ્કનો દંડ ભરવા માટે કહ્યું ત્યારે પોલીસકર્મીએ અવનવા બહાના બતાવ્યા હતા. આ ઉપરાંત તેણે પોતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં એવો ખુલાસો થયો હતો કે આ પોલીસકર્મીબાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો નથી. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપી દેવાયા હતા. તપાસમાં પોલીસકર્મી પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતો રમેશ ગોવિંદ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદમાં પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

માસ્ક મુદ્દે પોલીસ સાથે ઘર્ષણના અનેક બનાવો

ઉલ્લેખનીય છે કે હાલ જાહેરમાં માસ્ક ન પહેરવા પર એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ દંડ ઉઘરાવવાની સત્તા પોલીસને આપવામાં આવી છે. માસ્ક મુદ્દે મોટો દંડ ફટકારવામાં આવતો હોવાથી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બને છે. એટલે સુધી કે લોકો પોલીસ સાથે માસ્કના દંડ મુદ્દે ઝપાઝપી અને મારામારી પણ કરે છે. આ દરમિયાન જેમના શીરે ફરજિયાત માસ્કનો અમલ કરવાની જવાબદારી છે તેઓ જ માસ્ક ન પહેરે ત્યારે પ્રજામાં ચોક્કસ રોષ ફાટી નીકળે. આ જ કારણે બંને યુવકોએ માસ્ક વગર બાઇક લઈને જઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલને અટકાવીને દંડ ફરવાની માંગ કરી હતી.
First published:

Tags: Bike, Coronavirus, COVID-19, Mask, Police Constable, Vadodara