Home /News /madhya-gujarat /

વડોદરા પો. કમિશ્નરનું જાહેરનામું- 31મીએ બીભત્સ કપડાં પહેરવા નહીં

વડોદરા પો. કમિશ્નરનું જાહેરનામું- 31મીએ બીભત્સ કપડાં પહેરવા નહીં

31 ડિસેમ્બરે પાર્ટીમાં બિભત્સ કપડાં પહેરવા નહીં, વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું

31 ડિસેમ્બરની નાઇટ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

    વડોદરાના શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે 31 ડિસેમ્બરની રાત્રે યોજાનાર પાર્ટીઓને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા પ્રમાણે 31 ડિસેમ્બરે પાર્ટીઓમાં બીભત્સ કપડાં પહેરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેમના મતે બીભત્સ કપડાં પહેરવાથી પાર્ટીઓમાં આવતા બાળકોના માનસ ઉપર અસર થાય છે.

    વડોદરાના શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, શહેરમાં ફતેગંજ, સયાજીગંજ સહિત ઘણા વિસ્તારોમાં 31 ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. તેમજ પાર્ટીઓમાં છેડતીના બનાવોની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

    31 ડિસેમ્બરની નાઇટ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોટલો, હોલ, પાર્ટી પ્લોટો,રિસોર્ટમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરનારને ફરજીયાત CCTV મુકવા સૂચના આપી છે. ન્યૂયર સેલિબ્રેશનના આયોજન અંગે વડોદરામાંથી 7 અરજીઓ આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: New year party, Police Commissioner, Vadodara police commissioner, Vadodara police commissioner Notification, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन