Home /News /madhya-gujarat /

વડોદરા: હવે જો મહિલા હોસ્ટેલ, શાળા કે કોલેજની બહાર ઉભા રહ્યાં છો તો ખેર નથી!

વડોદરા: હવે જો મહિલા હોસ્ટેલ, શાળા કે કોલેજની બહાર ઉભા રહ્યાં છો તો ખેર નથી!

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના પોલીસ કમિશનર દ્વારા શાળાઓ, ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50મીટરના વિસ્તારમાં કોઇપણ પુરૂષ કારણ વગર ઉભા રહી નહીં શકે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

    હોલિવૂડમાંથી બોલિવૂડમાં આવેલું #MeToo અભિયાન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે પછી વડોદરાના પોલીસ કમિશનર દ્વારા શાળાઓ, ક્લાસીસ તથા મહિલા હોસ્ટેલની આસપાસના 50મીટરના વિસ્તારમાં કોઇપણ પુરૂષ કારણ વગર ઉભા રહી નહીં શકે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પાછળ તેમનો હેતુ છેડતીના વધતા બનાવોને રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

    આ જાહેરનામાને ડી.ઇ.ઓ દ્વારા તમામ શળાઓમાં મોકલી આપીને શાળાઓમાં જાગૃત્તિ ફેલાવવાનું કામ પણ આ વખતે કરવામાં આવી રહ્યું છે.

    કોને મુક્તિ આપવામાં આવશે

    શાળા, કોલેજો, ટ્યૂશન ક્લાસીસ તેમજ મહિલા હોસ્ટેલોમાં કામ કરતા કે ત્યાં કોઇ ચોક્કસ કામ માટે આવતા પુરૂષોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમના ઉપરાંત કામથી આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને શાળા- કોલેજોમાં મુકવા જતા રિક્ષા તેમજ વાનચાલકો અને વાલીઓ ઉભા રહી શકે છે.

    નર્મદા પોલીસે પણ કરી હતી આવી પહેલ

    નર્મદા પોલીસે પણ ગુજરાતમાં અસામાજીક તત્વોને પાઠ ભણાવવા માટે નિર્ભયા સ્ક્વોર્ડ બનાવી હતી. સ્કૂટી પર શાળાઓની આજુબાજુ ફરીને રિવોલ્વર અને ગોગલ્સ, લાઠીથી સજ્જ હશે. તો પોલીસનો તનાવ દૂર કરવા પોલીસ એથ્લીટીક મીટ પણ યોજી હતી. નર્મદા પોલીસે HEM રેડીઓ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર રોમીયોગીરી અને છેડતીને નાથી આવા તત્વોને પાઠ ભણાવવા માટે ખાસ ચુંનદા મહીલા કર્મીઓની નિર્ભયા સ્ક્વોર્ડ બનાવી હતી.

    ગત જુલાઇ મહિનામાં શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી શાનેન સ્કુલના માધ્યમિક વિભાગની એક વિદ્યાર્થીનીની શાળામાં અને બહાર તેના જ ક્લાસના વિદ્યાર્થીઓએ છેડતી કરતા વિદ્યાર્થિનીના વાલીએ આ બનાવની 181 મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. હેલ્પલાઈનના કાઉન્સિલરોએ શાળામાં તપાસ કરી હતી અને છેડતી કરનાર પાંચ વિદ્યાર્થીઓ અને તેઓનાવાલીઓને મળ્યા હતા. વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓએ આ બનાવ અંગે માફી માંગી હવે આ ઘટનાનું પુનરાવર્તન નહી થાય તેવી લેખિત ખાત્રી આપતા વિદ્યાર્થિનીના વાલીએ ફરિયાદ કરવાની ના પાડી હતી જેના પગલે મામલો થાળે પડયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: #MeToo campaign, ગુજરાત, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन