Home /News /madhya-gujarat /

વડોદરા: પોલીસે નાતાલ તથા 31મી ડીસેમ્બરની ઉજવણી માટે આવેલ 4.67લાખનો દારૂ ઝડપ્યો

વડોદરા: પોલીસે નાતાલ તથા 31મી ડીસેમ્બરની ઉજવણી માટે આવેલ 4.67લાખનો દારૂ ઝડપ્યો

આવનાર તહેવારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધે નહીં તે માટે વડોદરા પોલીસ સચેત... 

આગામી દિવસોમાં નાતાલ તેમજ 31મી ડિસેમ્બરના તહેવારો આવી રહ્યા છે એવામાં તહેવાર દરમિયાન પ્રોહીબીશનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઈસમોની 

    વડોદરા: આગામી દિવસોમાં નાતાલ તેમજ 31મી ડિસેમ્બરના તહેવારો આવી રહ્યા છે એવામાં તહેવાર દરમિયાન પ્રોહીબીશનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઈસમોની અસામાજિક પ્રવૃત્તિ વધશે. તો એવામાં સામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે વડોદરા શહેરમાંથી પ્રોહીબીશન તથા જુગારની બધી નાબૂદ કરવા માટેની પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ તથા પોલીસ ઇન્સપેક્ટર જે.જે.પટેલ, પી.સી.બી. સાહેબોએ જરૂરી સુચના તથા માર્ગદર્શન પૂરું પાડેલ છે.

    આ પ્રકારની ગુનાહીત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચન પોલીસો દ્વારા પૂરું પાડવામાં આવેલ છે. જેમાં આજરોજ પી.સી.બી.ના હે.કો. દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હે.કો. દિપેશસિંઘ નરેશસિઘનાઓને મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા કિશનવાડી યોગીનગર પાસેથી મારૂતી સ્વીફટ કારમાં ઇંગ્લીશ દારૂની બોટલ તથા પાઉચ મળ્યા હતા. જેની કુલ કીમત રૂપિયા 4, 67,200ની છે. તથા લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ વારસીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

    તથા મારૂતી સ્વીફટ કારમાં ડમી નંબર પ્લેટ મળી આવતા ઇ.પી.કો કલમ 485 નો અનર્વ્યે પણ કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. પકડાયેલા આરોપીનું નામ આનંદ કિશનભાઇ કહાર છે તથા તેઓ 1, યોગીનગર, 54 કવાટર્સની બાજુમાં કિશનવાડી ખાતેનો રહેવાસી છે. તદુપરાંત વોન્ટેડ આરોપીનુ નામ ધર્મેશ ઉર્ફે ધમો રમણભાઇ પરમાર જેઓ નાગરવાડા, નવીઘરતી છેલ્લી લાઇનનો રહેવાસી હતો.

    આ પણ વાંચો: ACB trap: બનાસકાંઠાના ધાનેરામાં બાળ સંજીવની કેન્દ્રની બે મહિલા કર્મી1000ની લાંચલેતા ઝડપાઈ

    પોલીસ દ્વારા જે માલ કબજે કરવામાં આવેલ છે તેમાં (1) ઇંગ્લીશ દારૂની 180 મીલીની બોટલ / પાઉચ નંગ - 1664 કીમત રૂપિયા 1,66,400 (2) મારૂતી સ્વીફટ કાર કીમત રૂપિયા 3,00,000 (3) એક ડમી નંબર પ્લેટ કીમત રૂપિયા 200 (4) એક મોબાઇલ ફોન કીમત રૂપિયા 500, કુલ કીમત રૂપિયા 4,67,100નો મુદામાલ કબજે કરેલ છે.

    આ પણ વાંચો - રાજ્યમાં અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે ‘રાશન’ એપ, જાણો ગ્રાહકોને શું ફાયદો થશે

    આ કેસમાં સારી કામગીરી કરનાર એવા પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ, તથા પો.સ.ઇ. જે.બી.ત્રીવેદી તથા સ્ટાફના એ.એસ.આઇ અરવિંદ કેશવરાવ હે.કો રાજેન્દ્રસિંહ ભીમસિંહ, હે.કો. દેવેન્દ્ર ચંદ્રકાંત, હે.કો. દિપેશસિંઘ નરેશર્મિઘ હે.કો. અંબરીષ લક્ષ્મણભાઇ, પો.કો કનુભાઇ શંકરભાઇ, પો.કો. ગવરાજસિંહ મદનસિંહ, પો.કો. સંતોષ રામાભાઇ, લો.ર. નરેન્દ્રસિંહ કેશરીસિંહ, લો.ર. મિતેશકુમાર રતનભાઇ દ્વારા સદર સારી કામગીરી કરવામાં આવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Crime case, Vadodara POLICE

    આગામી સમાચાર