Home /News /madhya-gujarat /

Vadodara: ઉતરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી-ગુબ્બારાનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

Vadodara: ઉતરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી-ગુબ્બારાનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

પ્રતિબંધિત ચાઈનીઝ દોરી-ગુબ્બારાનું વેચાણ રોકવા શહેર પોલીસ કમિશ્નર દ્વારા સૂચન..

શહેરની પોલીસે પીસીબી પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. 

    વડોદરા: શહેરની પોલીસે પીસીબી પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 30 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં ઉતરાયણનો તહેવાર આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ ગુબ્બારાનું વેચાણ રોકવા શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેર સિંહે પોલીસને તેને અટકાવવા સુચનાઓ આપી છે.

    વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત ચીજ - વસ્તુઓ વેચતા વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન પીસીબી પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે, તરસાલી ગંગાસાગર સોસાયટી ગુરૂદ્વારાની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કબિર ૨ીલ એન્ડ પતંગ સેન્ટરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. પીસીબીએ બાતમી વાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા. આવનારા ત્રણ-ચાર દિવસમાં આ પ્રકારે જ ઘણા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવશે.

    આ પણ વાંચો: 9 વર્ષનો બાળક પતંગ પકડવાં જતાં હાઇવોલ્ટેજ વાયરને અડી ગયો, 20 મિનિટ માટે હાર્ટ બંધ થયું

    ચાઈનીઝ / પ્લાસ્ટિકના દોરાની કુલ રીલ - 214 નંગ રૂપિયા 30, 650 કિંમતની મળી આવતા કબ્જે કરી હતી. પીસીબી દ્વારા સ્થળ પર હાજર અલ્તાફભાઈ ગફારભાઈ મેમણ જેમની ઉંમર વર્ષ 42 અને તેઓ નું રહેણાંક વડોદરા શહેરના તરસાલી વિસ્તાર ખાતે રહે છે અને તે ઇસમની વિરૂદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામાંના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. કારણ કે ચાઈનીઝ દોરા અને ગુબ્બારાઓ વેચવા એક કાનૂની અપરાધ છે.

    આ પણ વાંચો: અમદાવાદ : યુવતીના ઘરમાં ઘુસ્યા બે શખ્સો, આંતર વસ્ત્રો ફાડી પિંખી નાખી

    અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું ચેકીંગ કરે તો મોટી માત્રામાં આ પ્રકારનો દોરો મળી આવે તે નકારી શકાતું નથી. અને વડોદરા પોલીસ દ્વારા આવનારા સમયમાં ખાસ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. તેમજ જે પણ વેપારી બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપાશે, તેમની સામે ગુનો દાખલ કરીએ દંડ ફટકારવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Makar sankranti 2022, Vadodara, ઉત્તરાયણ, વડોદરા સમાચાર

    આગામી સમાચાર