Home /News /madhya-gujarat /વડોદરાઃરૂ.500-1000ની નોટ નહી ચાલે, પેટ્રોલ પંપ પર લાગ્યા બોર્ડ,વાહન ધારકો પરેશાન

વડોદરાઃરૂ.500-1000ની નોટ નહી ચાલે, પેટ્રોલ પંપ પર લાગ્યા બોર્ડ,વાહન ધારકો પરેશાન

વડોદરાઃ નરેન્દ્ર મોદી દ્વારા કાળુનાણું બહાર લાવવા માટે ગઇકાલે જ સર્જીકલ સ્ટ્રાઇક્સના ભાગરૂપે રૂ.500-1000ની નોટો બંધ કરી દેવાઇ છે. જેની અસર અર્થતંત્ર તેમજ સામાન્ય નાગરિકો પર પણ સીધી જોવા મળી છે. જો કે થોડા સમય હાલાકી રહેશે. બાદમાં નવી 500 અને 2000ની ચલણી નોટો આવી ગયા બાદ લોકોની મુશ્કેલી નહી પડે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરાઃ નરેન્દ્ર મોદી દ્વારા કાળુનાણું બહાર લાવવા માટે ગઇકાલે જ સર્જીકલ સ્ટ્રાઇક્સના ભાગરૂપે  રૂ.500-1000ની નોટો બંધ કરી દેવાઇ છે. જેની અસર અર્થતંત્ર તેમજ સામાન્ય નાગરિકો પર પણ સીધી જોવા મળી છે. જો કે થોડા સમય હાલાકી રહેશે. બાદમાં નવી 500 અને 2000ની ચલણી નોટો આવી ગયા બાદ લોકોની મુશ્કેલી નહી પડે.
જો કે અત્યારે તો 11મી સુધી પેટ્રોલપંપો પર 500 અને 1000ની નોટો સ્વીકારવાની હોવા છતાં પણ વડોદરાના ગોત્રી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર 'રૂ.500-1000ની નોટ નહી સ્વીકારાય તેવી નોટિસ બોર્ડ લગાવી દેવાતા નાગરિકોની મુશ્કેલી વધી ચુકી છે.પેટ્રોલપંપ સંચાલકો સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

11 નવે. રાત્રે 12 વાગ્યા સુધી પેટ્રોલપંપ 500-1000ની નોટ સ્વીકારી શકે છે. છતાં પેટ્રોલ પંપ સંચાલકો મનમાની પર ઉતર્યા  છે. લોકોની ભીડને લઈ 500-1000ની નોટો સ્વીકારવાનું બંધ કર્યું છે.

500-1000ની નોટ નહી સ્વીકારાતા વાહનચાલકોએ હંગામો મચાવ્યો હતો. પેટ્રોલપંપ સંચાલક અને લોકો વચ્ચે રકઝક થઇ હતી. પેટ્રોલપંપ સંચાલકને પેટ્રોલપંપ બંધ કરવાની ફરજ પડી હતી. પ્રાઈવેટ પેટ્રોલપંપ હોવાનું કહી સંચાલકો મનમાની કરી રહ્યા છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, જનજીવન, પેટ્રોલપંપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन