વડોદરામાંથી અવારનવાર દારૂ ઝડપાય છે. ત્યારે વધુ એકવાર દારૂનો જથ્થો ઝડપાયો છે. એકબાજુ ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સા બને છે.
વડોદરાઃ શહેરમાંથી અવારનવાર દારૂ ઝડપાય છે. ત્યારે વધુ એકવાર દારૂનો જથ્થો ઝડપાયો છે. એકબાજુ ગુજરાતમાં દારૂબંધી છે, તો બીજી તરફ અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સા બને છે. ત્યારે આવી ઘટનાઓને લઈને પોલીસ પર અનેક સવાલ પેદા થાય છે.
બાતમીને આધારે કાર્યવાહી
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાંથી દારૂ પકડાયો છે. વડોદરા પોલીસને આ મામલે બાતમી મળી હતી. જેને લઈને પીસીબીએ કાર્યવાહી કરી છે. ત્યારે ગોરવા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. આ મામલે પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી હતી. વિજય મેકવાન અને નિકુંજ મકવાણા નામના આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા
આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાર્કિંગનો કોન્ટ્રાક્ટર પણ શું બેટલેગરો સામેલ છે કે કેમ, તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે પીસીબી પોલીસે કાર્યવાહી કરી હતી, ત્યારે ગોરવા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.