વડોદરા શહેરને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. તેવામાં શહેરના પરંપરા કલાકાર ગ્રુપ દ્વારા ‘પ્રારંભ -2’ શીર્ષક હેઠળ પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી વીયુ આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય પેઈન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોનાને કારણે સૌથી વધુ કફોડી સ્થિતિ આર્ટિસ્ટોની થઈ છે. ત્યારે હવે માર્કેટ ધીમે - ધીમે ખુલી રહ્યું છે. ત્યારે કલાકારોને તેમની કળા પ્રદર્શિત કરવાનો મોકો મળે તે હેતુસર ‘વર્લ્ડ આર્ટિસ્ટ ડે’ નિમિત્તે આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ.
જેમાં 65 વર્ષીય શૈલજા શાહથી લઈને 12 વર્ષીય સમર્થ મિસ્ત્રી સુધીના 20 કલાકારોએ પોતાના 80 ચિત્રો પ્રદર્શિત કર્યા હતા. જેમાં આધ્યાત્મિક, પોટ્રેઈટ્સ, એક્ટ્રેક, સ્કેચ, પ્રાકૃતિક, લેન્ડ સ્કેપ સહિત વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ આવરી લેવામાં આવ્યાં હતા.