વડોદરા: પા...પા...પગલી ભરતા શીખેલા દોઢ વર્ષના બાળકને પિકઅપ વાને કચડી નાખ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે

વડોદરા: પા...પા...પગલી ભરતા શીખેલા દોઢ વર્ષના બાળકને પિકઅપ વાને કચડી નાખ્યો, CCTV ફૂટેજ આવ્યા સામે
વીડિયો વાયરલ થયો.

બાળક હજુ પા...પા...પગલી ભરતા શીખ્યા હતો ત્યારે જ તેને કચડી નાખતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.

 • Share this:
  વડોદરા: વડોદરામાં એક દિવસ પહેલા દોઢ વર્ષના બાળકને પિકઅપ વાને (Pickup vehicle) કચડી નાખ્યાનો બનાવ સામે આવ્યો હતો. મરઘા ભરેલી વાને બાળકને કરચી નાખતા બાળકનું ઘટના સ્થળે જ મોત (Death) થયું હતું. આ બનાવના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. આ સીસીટીવી ભલભલા ધ્રુજી જાય એવા છે. બનાવ બાદ આસપાસના લોકોએ વાહનમાં તોડફોડ પણ કરી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દોઢ વર્ષનો બાળક રમી રહ્યો હોય છે. આ દરમિયાન ગાડીનો ડ્રાઇવર (Driver) આગળ જોયા વગર જ ગાડી ચલાવે છે. બીજી તરફ માતાપિતા (Parents)ઓ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.

  મળતી માહિતી પ્રમાણે વડોદરાના લક્ષ્મીનગર ખાતે ઘરની સામે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર મરઘા ભરેલી પિકઅપ વાન ચઢી ગઈ હતી. બાળકન પર ગાડી ચઢી જવાની ઘટના બાદ આસપાસના લોકો રોષે ભરાયા હતા અને ગાડીમાં તોડફોડ કરી હતી. જે બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.  આ પણ વાંચો: પાટણ: રેવન્યૂ તલાટી બન્યા 'સિંઘમ', માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં, તલાટીને આવી સત્તા કોણે આપી?

  એવી પણ વિગતો સામે આવી છે કે પોલ્ટ્રી ફાર્મના પિકઅપ વાને દોઢ વર્ષના અહમદ હાસીમ નામના બે વર્ષના બાળકને ટક્કર માર્યા બાદ તેનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. બાળક હજુ પા...પા...પગલી ભરતા શીખ્યા હતો ત્યારે જ તેને કચડી નાખતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. લોકોનો રોષ પારખી ગયેલો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે સ્થાનિકોએ વાહનમાં પણ તોડફોડ કરી હતી.

  આ પણ વાંચો: સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી

  સ્થાનિક લોકોનું કહેવું છે કે ગાડીમાં મરઘાઓ ભરેલા હતા. ડ્રાઇવરે જોયા વગર ગાડી ચલાવી દીધી હતી. જે બાદમાં કોઈનું ધ્યાન પડતા તેમણે ગાડી રોકવાનું કહ્યું હતું. એટલે કે ડ્રાઇવરને ખબર પણ ન હતી કે તેણે કોઈ માસૂમને કચડી નાખ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:May 10, 2021, 14:09 pm

  ટૉપ ન્યૂઝ