છેલ્લા ઘણા સમયથી બાળકો સ્કૂલની જિંદગીને નિહાળી નથી શક્યા. તથા કોરોના કાળને કારણે સ્કૂલો પણ ઘણા લાંબા સમય સુધી બંધ રહી હતી. આગામી ટૂંક જ સમયમાં સ્કૂલ ફરીથી શરૂ થઈ રહી છે. તો એ માટે ખાસ વિદ્યાર્થીઓ એ ક્યાં, કેવી રીતે, કઈ શાળામાં એડમિશન લેવું જોઈએ જે અહીં વિગતવાર જણાવેલ છે
વડોદરા: વિશ્વમાં કોરોના મહામારીના કારણે સામાન્ય જનજીવન પાટા પરથી ઉતરી ગયું છે.જેમાં વિવિધ ક્ષેત્રો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ પર વધુ અસર દેખાઈ આવે છે કોરોના મહામારીનો કારણે છેલ્લા 2 વર્ષથી બાળકો સ્કૂલના પગથિયાં ચડી શક્યા નથી.ત્યારે હવે 2 વર્ષ બાદ કોરોનાના કેસો ઘટતા સ્કૂલ ફરી રાબેતા મુજબ ચાલુ થશે.નવા ક્ષેત્રની શરૂઆત થતા એડમિશન શરૂ થાય છે.આગામી ટૂંક જ સમયમાં સ્કૂલ ફરીથી શરૂ થઈ રહી છે. તો એ માટે ખાસ વિદ્યાર્થીઓ એ ક્યાં, કેવી રીતે, કઈ શાળામાં એડમિશન (Admission) લેવું જોઈએ જે અહીં વિગતવાર જણાવેલ છે.
વડોદરા શહેરની જાણીતી તથા તમામ બાબતોમાં આગળ એવી અંબે વિદ્યાલય સ્કૂલ, જે બાળકોના ભણતર અને ગણતર બંને માટે ખુબ જ યોગ્ય છે.શાળામાં તમામ પ્રકારની સુવધાઓ પણ બાળકો માટે રાખવામાં આવેલ છે. બાળકોને અહીંયા કોગ્નિટિવ સ્કિલ, ક્રિએટિવ થીંકીંગ, ભાષા અને કમ્યુનિકેશન, લાઈફ સ્કિલ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સેલ્ફ મેનેજમેન્ટ, લીડરશીપ, મ્યુઝિક, યોગા જેવી બાબતો પણ અહીં બાળકોને શિખવાડવામાં આવે છે. ભણતરની સાથે સાથે બાળકોને બહારની દુનિયાની પણ ઓળખ કરાવે છે. તથા એક ક્લાસ રૂમમાં 60 જેટલા બાળકોને ભણાવવામાં આવે છે.
સ્કૂલમાં એવી રીતે એડમિશન લેવું અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, એ વિશેની વિગતવાર માહિતી અંબે સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ શાહ એ જણાવેલ છે.
ધોરણ: કે.જી થી 12 ધોરણ સુધી માધ્યમ: ગુજરાતી અને અંગ્રેજી ધોરણ 11-12માં: કોમર્સ અને સાયન્સ વિષય સુવિધા: સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્યુટર લેબ, કેન્ટીન, ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, એસેમ્બલી હોલ, સાયન્સ લેબ, થિયેટર, વગેરે.