વડોદરા : પરિણીત દીકરી સાથે અવૈધ સંબંધ, પિતાએ Loverને મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો

વડોદરા : પરિણીત દીકરી સાથે અવૈધ સંબંધ, પિતાએ Loverને મોતને ઘાટ ઉતારી કેનાલમાં ફેંકી દીધો
વડોદરા હત્યા

આ ઘટનામાં પોલીસે હત્યાના આરોપી પિતા અને દીયરની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી છે.

 • Share this:
  વડોદરા : જિલ્લામાં અવૈધ સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિણીત દીકરી અને ગામના જ એક યુવાન વચ્ચેના અવૈધ સંબંધના કારણે દીકરીનો ઘરસંસાર બગડી રહ્યો હતો, જેને પગલે યુવતીના પિતાએ યુવાનની હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડેસર પેટાપુરા રાતડીયા ગામમાં રહેતા એક પિતાએ પરિણીત દીકરીના પ્રેમીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી દઈ, તેની લાશને નર્મદા નદીમાં ફેંકી દીધી હોવાની ઘટનાથી પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પોલીસે હત્યાના આરોપી પિતા અને દીયરની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી છે.  આ પણ વાંચોબુટલેગરના મોટા Idiaનો પર્દાફાશ, નદી કિનારે ખોદતા મળ્યો 20 લાખનો દારૂ, બનાવ્યું હતું ભોયરૂ

  વિગતે ઘટનાની વાત કરીએ તો, ડેસરના પેટાપુર રાતડીયા ગામની એક યુવતીના લગ્ન સાંપીયા ગામમાં થયા હતા. આજ ગામના યુવાન ગોપાલ ચૌહાણને પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. ગોપાલ પણ પરિણીત હતો, અને તે બે સંતાનનો પિતા હતો. બંને યુવાન યુવતી પરિણીત હોવા છતા અવૈધ પ્રેમ બંધનમાં બંધાયેલા હતા. આ મામલે યુવતીના પિતાને ખબર પડતા તેમણે યુવાનની પત્નીને અને પરિવારને આ મામલે જાણકારી આપી ધમકી આપી હતી કે, હવે તારો પતિ મારી દીકરીની સાસરીમાં જશે અને તેને મળશે તો તેને જીવતો નહીં છોડુ.

  આ પણ વાંચોહેવાન બન્યો પતિ, ગુસ્સામાં કુલ્હાડીથી પત્નીના હાથ અને પગ કાપી નાખ્યા

  બતાવવામાં આવ્યું કે, આ ઘટના બાદ યુવાનની પત્ની અને પરિવારે તેને ઠપકો આપતા થોડો સમય મામલો શાંત રહ્યો પરંતુ યુવાન સુધર્યો નહીં અને એક દિવસ રાત્રે ખેતરમાં પાણી વાળવાનું ઘરે કહી પ્રેમિકા યુવતીની સાસરીમાં પહોંચી ગયો આ સમયે યુવતીના પિતા બળવંતભાઈ સોલંકીએ તેનો પીછો કરી દીકરીની સાસરીમાં તેને રંગેહાથ ઝડપી પાડ્યો અને દીકરીના દીયર સંકેત રાઠોડની મદદ લઈ યુવાનને માર મારી તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી.

  આ પણ વાંચોરાજકોટ : પોલીસથી બચવા બુટલવગરે દારૂ છૂપાવવા અનોખો રસ્તો અપનાવ્યો, તો પણ ઝડપાયો

  પોલીસના જણાવ્યા અનુસાર, યુવાન સવારે પણ ઘરે ન પહોંચતા તેની પત્નીએ શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી, અને તેણે યુવાન ગાયબ થવા પાછળ ગામના બળવંતભાઈ સોલંકી સામે શંકા નોંધાવી હતી, પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ કરતા આરોપીઓએ હત્યાબાદ લાશ કેનાલમાં ફેંકી હોવાનું જાણવા મળતા રેસક્યુ ટીમની મદદથી લાશ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:March 10, 2021, 22:49 pm

  ટૉપ ન્યૂઝ