Home /News /madhya-gujarat /

વડોદરા: ત્રણ સંતાનની માતાને થયો Love, પ્રેમિએ કુદરતી હાજતે ગયેલા પતિને રહેંસી નાખ્યો

વડોદરા: ત્રણ સંતાનની માતાને થયો Love, પ્રેમિએ કુદરતી હાજતે ગયેલા પતિને રહેંસી નાખ્યો

પ્રતિકાત્મક તસવીર

'પતિ- પત્ની ઓર વો'નો લોહીયાળ કિસ્સો - ત્રણ મોટા-મોટા બાળકોની માતાના અનૈતિક સંબંધમાં પરિવાર વેર વિખેર થઈ ગયો

  વડોદરા : જિલ્લામાં હત્યા, મારા મારી જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વખતે અનૈતિક સંબંધમાં પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પુરા ગામમાં ચકચાર મચી ગઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર નજીક આવેલા રતનપુર ગામમાં 'પતિ- પત્ની ઓર વો'નો લોહીયાળ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિએ પ્રેમિકા માટે પતિની કરપીણ હત્યા કરી દીધી છે. કુદરતી હાજતે ગયેલા પતિને પત્નીના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેંસી નાખ્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમિ છૂમંતર થઈ ગયો છે. જોકે, પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

  આ પણ વાંચોસુરતમાં લુખ્ખાઓની દાદાગીરીનો Video: 'મકાન ખાલી કર, વરના...', મારા મારી સાથે કર્યો જીવલેણ હુમલો

  વિગતે ઘટનાની વાત કરીએ તો, વડોદરા જિલ્લાના રતનપુર ગામમાં ત્રણ સંતાનની માતા મંગીબેનને ગામમાં જ રહેતા ભુપત રાઠોડિયા નામના યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ મામલાની શંકા પતિને થયા બાદ રોજ ઘરમાં કકળાટ કંકાસ થવા લાગ્યો હતો. દારૂડિયા પતિ રમેશ રાઠોડિયાના રોજના કકળાટથી કંટાળી પત્ની છેલ્લા કેટલાક સમયથી પિયરના સંબંધીને ત્યાં રહેવા જતી રહી હતી, પરંતુ પ્રેમ પ્રકરણને અંજામ આપવા પતિ નડતરરૂપ હતો. આ મામલે પત્નીએ તેના પ્રેમીને ફરીયાદ કરતા પ્રેમીએ બદલો લેવાનું મન બનાવી લીધુ અને 3 માર્ચે પ્રેમિકાના પતિને પહેલા માર માર્યો હતો, થોડા સમય બાદ પતિ કુદરતી હાજતે ગયો હતો, ત્યારબાદ તેની લાશ મળી આવી છે.

  આ પણ વાંચો - વડોદરા : Luxurious ફ્લેટમાં રહેતી પરિણીતાએ સાતમા માળેથી કૂદી કર્યો આપઘાત, પતિએ જણાવ્યું કારણ

  પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે મૃતકના મોટા દીકરાએ ફરિયાદ નોંધાવી છે, તેમાં જણાવ્યું છે કે, અમે ત્રણ ભાઈ-બહેન અને માતા પિતા પરિવારમાં છે. હું એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરૂ છું, બપોરે જમવા આવ્યો ત્યારે પિતા કુદરતી હાજતે ગયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ મોડે સુધી ઘરે ના આવતા શોધ કરી તો ઘર પાછળ ખેતરમાં લોહીલુહાણ હાલતમાં પિતાની લાશ મળી આવી હતી. આ મામલે ફરિયાદીએ માતાના પ્રેમી પર શંકા વ્યક્ત કરી છે, તે વારંવાર પિતાને મારવાની ધમકી આપતો હતો. હાલમાં પોલીસે હત્યાના આરોપી પ્રેમીની ધરપકડ કરવા ની દિશામાં ચક્રોગતિમાન કરી દીધા છે, સાથે પાડોશીઓની પુછપરછ કરી હકિકત જામવાના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Vadodara news, Vadodara POLICE

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन