Home /News /madhya-gujarat /વડોદરામાં સોની પરિવારની દયનીય કહાની : કેમ પરિવારના 6 સભ્યોએ દવા પીધી? પિતા-પુત્રી અને 4 વર્ષના માસૂમનું મોત
વડોદરામાં સોની પરિવારની દયનીય કહાની : કેમ પરિવારના 6 સભ્યોએ દવા પીધી? પિતા-પુત્રી અને 4 વર્ષના માસૂમનું મોત
ડીસીપીએ જણાવ્યું કે, 3 માર્ચના રોજ સવારે 11-30 કલાકે નરેન્દ્રભાઇ સોની ખંડેરાવ માર્કેટ ગયા હતા અને ત્યાંથી ગુજરાત સ્ટોર્સમાંથી જંતુનાશક દવા ખરીદીને લાવ્યા હતા. જ્યારે ભાવિન સોની પોતાના ઘર નજીક આવેલ સૌરાષ્ટ્ર પાન મસાલામાંથી પેપ્સી અને મિરીન્ડા લઇ આવ્યો હતો. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઈડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી. સુસાઇડ નોટને પોલીસે FSLમાં તપાસ માટે મોકલી આપી છે.
પરિવારના ભરણપોષણ માટે મોપેડ વેંચી દીધુ, દીકરીની સાયકલ વેચી દીધી આખરે દવા પી મોત વ્હાલું કરી દીધુ
અંકિત ઘોનસીકર, વડોદરા : એક મધ્યમવર્ગીય પરીવારના 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરવાની દયનીય કહાની સામે આવી છે. આ ઘટનામાં પિત, પુત્રી અને બાળકનું મોત થયું છે. જ્યારે પુત્ર ભાવિન, પત્ની ઉર્વશીબેન અને માતા દિવ્યાબેન ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદારમાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને (family drink poison) આત્મહત્યા (suicide attempt) કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આજુબાજુ પૂછપરછ કરતા જણાવા મળ્યું હતું. પરિવારની આર્થિક હાલત (money crisis) ખબાર હોવાથી આ પગલું ભર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પરિવારે કોલ્ડડ્રિક્સમાં (soft driks) જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ દયનીય બની ગઈ હતી, જેને પગલે પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે પણ એક પ્રશ્ન બની ગયો હતો. ઘરના મોભી નરેન્દ્રભાઈને પહેલા પોતાની દુકાન અને અત્યારે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં જ પોતાની માલિકીનું મકાન હતું પરંતુ નશીબે સાથ ન આપતા પહેલા મકાન અને પછી દુકાન વેચી અને હાલમાં ભાડે મકાન રાખી રહેતા હતા.
નરેન્દ્રભાઈ જ્વેલરી ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પહેલા તેમને મંગળબજારમાં પોતાની દુકાન હતી, પરંતુ ધંધો બરોબર ચાલતો ન હોવાથી તેમણે પ્લાસ્ટિકની આઈટમોનો વ્યવસાય શરૂ કર્યો. પરંતુ તે ધંધામાં પણ ફાવ્યા નહી, આખરે દુકાન વેંચી રસ્તા પર પ્લાસ્ટીકની આઈટમો વેચવાનું શરૂ કર્યું. કોરોના મહામારી અને લોકડાઉને બળતામાં ઘી હોમ્યું અને બે ટંકનો રોટલો પણ છીનવી લીધો. આખરે આર્થિક સ્થિતિ એટલી વિકટ બની ગઈ કે, તેમણે ઘર, દુકાન બાદ મોપેડ તથા દીકરીની સાયલ પણ વેચવી પડી. આખરે પરિવારે દવા પી મોત વ્હાલું કરવાનું મન બનાવી લીધુ.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આવેલા ન્યુ સમા રોડ ઉપર આવેલી સ્વાતી સોસાયટીમાં આજે બુધવારે સવારના સમયમાં સોની પરિવારના છ સભ્યોએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ સભ્યો જીવીત હોવાથી સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે 100 નંબર ઉપર ફોન આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ ઉપર આવીને જોતા ત્રણ વ્યક્તિઓ જીવીત હાલતમાં હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યારે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. છ સભ્યો પૈકી ઘરના વડિલ નરેન્દ્રભાઈ સોની, તેમની પુત્રી અને નાના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે નરેન્દ્રભાઈના પત્ની, તેમનો પુત્ર અને પુત્રવધૂ જીવતી હોવાથી સારવાર અર્થે મોકલી આપ્યા હતા.