વડોદરામાં કમકમાટીભર્યું મોત : કર્મચારીનું માથું લિફ્ટમાં છુંદાઈ જતા ઉડ્યા લોહીના ફૂવારા, દોડધામ CCTVમાં કેદ

વડોદરામાં કમકમાટીભર્યું મોત : કર્મચારીનું માથું લિફ્ટમાં છુંદાઈ જતા ઉડ્યા લોહીના ફૂવારા, દોડધામ CCTVમાં કેદ
લીફ્ટમાં ફસાઈ જતા મોત

કાન્હો ભરવાડ 15 દિવસ પહેલા જ પરિવારને આર્થિક ટેકો કરવા નોકરીએ લાગ્યો હતો. લીફ્ટમાં માથુ ફસાઈ જતા અરેરાટી ફેલાઈ, સ્ટોરમાં લોહીના ખાબોચીયા ભરાયા

 • Share this:
  અંકિત ઘોનસીકર, વડોદરા : શહેરમાં લીફ્ટ અકસ્માતની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં ફ્રૂટ્સની દુકાનમાં કામ કરતા એક કર્મચારીનું માલ સામાન ચઢાવવાની લિફ્ટમાં ફસાઈ જતા દર્દનાક મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું માથુ છૂંદાઈ ગયું હતું, અને રીતસરના લોહીના ફૂવારા ઉડ્યા હતા.

  પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરમાં લોકોની અવર જવર વચ્ચે ધમધમતા ખંડેરાવ માર્કેટ પાસે આવેલી એક ફ્રૂટ્સની દુકાનમાં રોજની જેમ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ફ્રૂટ્સીન હોલસેલની ત્રણ માળની દુકાનમાં કર્મચારી માલ સામાન ઉપર લઈ જવાની લીફ્ટમાં માલ ચઢાવતા હતા, તે સમયે એક કર્મચારી લીફ્ટમાં ફસાઈ ગયો હતો, જેમાં તેનું માથુ છૂંદાઈ ગયું અને ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.  આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

  વિગતે ઘટનાની વાત કરીએ તો, વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલી RR ફ્રૂટ્સની દુકાનમાં કાન્હા ભરવાડ નામનો યુવાન નોકરી કરતો હતો. આ યુવાન હજુ લગભગ 15 દિવસથી જ નોકરી પર લાગ્યો હતો. બપોરના સમયે કાન્હાભાઈ અને તેમની સાથે બીજો એક કર્મચારી સંજય ફ્રૂટ્સનો માલ લીફ્ટ મારફતે ઉપરના માળે લઈ જઈ રહ્યા હતા. કાન્હાજી માલ લઈ લીફ્ટમાં ઉપર ગયો, અચાનક જ ધડાકાભેર અવાજ આવ્યો, સંજય નામનો કર્મચારી તુરંત દોડીને જોવા ગયો, તો કાન્હાજીનું માથુ લીફ્ટમાં છૂંદાઈ ગયું હતું.

  આ પણ વાંચો - બનાસકાંઠા : હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધમાં પતિ હતો કાંટો, પત્નીના પ્રેમીએ કરી આ રીતે હત્યા

  આ ઘટના સર્જાતા ફ્રૂટ્સના માલિક પણ ઉભા થઈ જોવા ગયા, તો ઉપરના માળેથી લોહીનો ફૂવારો છેક મીચે સુધી આવ્યો હતો. તેમણે તુરંત કર્મચારીના પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસ તથા મૃતકનો પરિવાર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, પોલીસ આવે તે પહેલા પરિવારના લોકોએ લાશને લીફ્ટમાંથી બહાર કાઢી અંતિમવીધી માટે રવાના થઈ ગયા હતા. પોલીસ તુરંત તેમના ઘરે પહોંચી અને યુવાનની લાશનો કબ્જોલઈ પીએમ માટે મોકલી હતી.  અચાનક આ પ્રકારની કમાકમાટીભરી ઘટના સર્જાતા કર્મચારી અને માલિક પણ ગભરાઈ ગયા હતા. આ ગટનાની જાણ વાયુવેગે એરિયામાં ફેલાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી, દુકાનના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  Published by:kiran mehta
  First published:February 27, 2021, 18:54 pm

  ટૉપ ન્યૂઝ