વડોદરાના (Vadodara) કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરને (Rajendra Dindorkar) રેઇન્બો આર્ટ વર્લ્ડ દ્વારા આયોજિત લિયોનાર્ડો દ વિન્સી (Leonardo Da Vinci) આંતરરાષ્ટ્રીય આર્ટ એવોર્ડ (International Award) 2021થી નવાજવામાં આવ્યા છે. રાજેન્દ્રભાઈ (Rajendra Dindorkar) એ અજાણી પ્રજાતિઓ પર કાલ્પનિક ચિત્ર (Painting) બનાવ્યુ છે. બ્રહ્માંડમાં કોઈ ના કોઈ ગ્રહ પર આ પ્રકારનું જીવન શક્ય છે. તેવી કાલ્પનિકતા પર ચિત્ર બનાવ્યું છે. ચિત્રકારને જો છૂટ આપવામાં આવે તો તેનું પરિણામ કંઈક અલગ જ આવે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. રાજેન્દ્ર દિંડોરકરે જણાવ્યું કે, જો એક કલાકારને સ્વતંત્રતા આપવામાં આવે, તો કલાકાર પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરી ક્રિએટિવિટી અને પોતાની અભિવ્યક્તિ ખુબ જ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે.
દિલ્હીથી રેઇન્બો આર્ટ વર્લ્ડ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 100 જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો. જેમાં વડોદરાના રાજેન્દ્ર દિંડોરકરને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. રાજેન્દ્ર દિંડોરકરને આગાઉ 34 એવોર્ડ્સથી સંન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 3 ઇન્ટરનેશનલ ગોલ્ડ એવોર્ડ્સ પણ સામેલ છે.
બાપોદ પોલીસ સ્ટેશન ખાતે વિનામૂલ્યે ઓ.પી.ડી. શરૂ કરવામાં આવ્યું
જે.એન.હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનના સહ્યોગથી ઓ.પી.ડી. શરૂ કરવામાં આવેલ છે. આ ઓ.પી.ડી. મહિનાના બીજા અને ચોથા સોમવારે બપોરે 3 થી 6 ચાલુ રહેશે. આ ઓ.પી.ડી. ખાસ કરીને પોલીસો માટે કરવામાં આવેલ છે. જેઓ કોરોનાકાળ દરમિયાન લોકોની સેવા અને સુરક્ષા માટે ખડેપગે ઉભા રહ્યા છે. મહામારીનો અંત હજી થયો નથી. તેને ધ્યાનમાં રાખીને જે.એન.હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આ સેવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. ઓ.પી.ડી બાદ વિના મુલ્યે હોમિયોપેથીક સારવાર જે.એન.મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મળી રહેશે. આ પ્રકારની ઘણી સેવાઓ અને કાર્યક્રમો આ કોલેજ દ્વારા કરવામાં આવતા હોય છે.