Home /News /madhya-gujarat /વડોદરા: પાર્કિંગ એરિયામાંથી વાહન ટોઇંગ કરતાં યુવતી વિફરી, 'સાહેબ'ને ઝૂકાવ્યા

વડોદરા: પાર્કિંગ એરિયામાંથી વાહન ટોઇંગ કરતાં યુવતી વિફરી, 'સાહેબ'ને ઝૂકાવ્યા

યુવતી ટોઈંગ વેન પર ચઢી ગઇ હતી અને હોબાળો કર્યો હતો

Vadodara news: પાર્કિંગ એરિયામાંથી વાહન ટોઇંગ કરાતાં યુવતી વિફરી, ટોઇંગ પર ચઢી ગઇ. સાહેબ ગુનો તો જણાવી શક્યા નહીં પરંતુ આખરે વાહન છોડવું પડ્યું

વડોદરા: શહેરમાં વાહન ટોઇંગ કરાતાં એક યુવતીએ હોબાળો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાહન ટોઇંગ કરાતાં યુવતીએ ટોઇંગ વેનચાલક સાથે બોલાચાલી કરી હતી. ટોઈંગ વાનચાલકે યુવતીનું ટુવ્હીલર વાહન ઉઠાવી જતાં હોબાળો કર્યો હતો. યુવતીએ વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

વાહન પાર્કિંગ એરિયામાં પાર્ક કર્યું તો વાંક શેનો?

યુવતીનું વાહન ટોઇંગ કરવામાં આવતાં તે ઇશ્કેરાઇ હતી અને ઉગ્ર બોલાચાલી કરી હતી. આટલું જ નહીં, યુવતી ટોઈંગ વેન પર ચઢી ગઇ હતી અને હોબાળો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મહિલા ન્યાય માટે લડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીનું વાહન કોઇપણ વાંક વગર ટોઇંગ કરવામાં આવ્યું હતું. કોઇ ટ્રાફિકના ગુનાનો ભંગ ન હોવા છતાં યુવતીનું વાહન ટોઇંગ કરવામાં આવતાં યુવતીએ હોબાળો કર્યો હતો. છેવટે ટ્રોઇંગવાળાઓએ તેનું વાહન છોડી દેવું પડ્યું હતું.


આ પણ વાંચો: દરિયા કિનારે પથ્થર પર એકાંતની પળો માણી રહેલા પ્રેમી પંખીડા ફસાયા

છેવટે વાહન છોડી દેવું પડ્યું

વડોદારના ફતેગંજ સર્કલ પાસેની આ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં રોડની બાજુમાં પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કર્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યું હતું. જે જોતાં યુવતી ઉશ્કેરાઇ હતી. કોઇ ગુના વગર વાહન ટોઇંગ કેમ કર્યું, તે મામલે યુવતીએ બોલાચાલી કહી હતી. ટ્રાફિક પોલીસ પણ યુવતીના ધારદાર સવાલોના જવાબ આપી શકી નહોતી. છેવટે વાહનવાળાએ વાંક વિના ડોઇંગ કરેલું વાહન છોડી દેવું પડ્યું હતું.
First published:

Tags: Gujarat News, Vadoadara News, Viral videos

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો