Home /News /madhya-gujarat /VADODARA: વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં વરસાદી પાણીના વેણમાં તણાઈ ગયેલા વ્યક્તિની શોધમાં જોડાઈ

VADODARA: વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં વરસાદી પાણીના વેણમાં તણાઈ ગયેલા વ્યક્તિની શોધમાં જોડાઈ

એનડીઆરએફ ટીમ

Anand heavy rain: વડોદરા (જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન-6ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સીસવા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ છે.

વડોદરા: આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા (જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. (NDRF Team) બટાલિયન 6 ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સીસવા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે ડૂબી ગયેલી એક વ્યક્તિની શોધમાં જોડાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે. આણંદ જિલ્લાના બોરસદમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક વ્યક્તિનો પગ લપસી જતા તે પાણીના વેણમાં તણાઈ ગયો

ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ, જે ગામ લોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો, તે પગ લપસતાં તણાઈ ગયો હતો. તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી. હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળેથી લગભગ 1 કિ.મી.ના અંતરે જ તૈનાત હતી. બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે. હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.



કન્ટ્રોલરૂમ ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી, દમણ, દીવમાં કાર્યરત છે

વડોદરા જિલ્લામાં હોડીઓ, રેઇન ગેઝ મીટર, તરાપા, ડિવોટરિંગ પમ્પ, બૂલડોઝર સહિતના સાધનસામગ્રીની સ્થિતિ પણ કલેક્ટરે સંબંધિત અધિકારી પાસેથી જાણી. તેમણે પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે આપત્તિના સમયે સારી રીતે સંકલન થાય એ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો. આ કન્ટ્રોલરૂમ ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી, દમણ, દીવ કાર્યરત છે.



વડોદરા ખાતે કુલ 12 જેટલી ટીમ તૈનાત છે, તથા ગાંધીનગરમાં 3 અને અજમેરમાં 3 ટીમને મૂકવામાં આવેલા છે. જિલ્લામાં કોઈ મુસીબત આવી પડે તો એ જવાબદારી કલેકટર સાંભળતા હોય છે. અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરતા હોય છે.



મુશ્કેલી સમયે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી મદદ માંગી શકો છો

ચોમાસા દરમિયાન કોઈ ઘટના બને કે મુશ્કેલી આવી પહોંચે તો એ સમયે આ નંબર પર સંપર્ક કરી શકો છો - 9870006730. સંપર્ક કર્યાના 30 મિનિટમાં એન.ડી.આર.એફ.ની ટીમ ઘટના સ્થળે પહોંચી જતી હોય છે.
First published:

Tags: Heavy rain, NDRF, Vadodara, ગુજરાત, ચોમાસુ