Home /News /madhya-gujarat /વડોદરાઃ મનપા અને પોલીસનું સંયુક્ત અભિયાન, ગંદકી કરનારા સામે લાલ આંખ
વડોદરાઃ મનપા અને પોલીસનું સંયુક્ત અભિયાન, ગંદકી કરનારા સામે લાલ આંખ
વડોદરા મ્યુ. કોર્પોરેશનની ઓફિસ
મનપા અને પોલીસ ધ્વરા સ્વછતા અભિયાન ને વેગ આપવા હવે વડોદરામાં જાહેર સ્થળોએ થુંકનાર અને કચરો ફેંકનારા કેમેરામાં કેદ થઇ જશે અને તેમને ૫૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવા તૈયાર રેહવું પડશે.
ફરિદા ખાન, વડોદરાઃ કેન્દ્ર સરકાર સ્વછતા અભિયાન સાથે જાગૃતિ માટે ખાસ કાર્યક્રમો આપી રહી છે તેમછતાં અનેક જાહેર સ્થળો એ ગંદકી કરનારા લોકો આજે પણ ગમેતેમ થુંકી અને કચરો નાખતા નજરે પડે છે. મનપા અને પોલીસ ધ્વરા સ્વછતા અભિયાન ને વેગ આપવા હવે વડોદરામાં જાહેર સ્થળો એ થુંકનાર અને કચરો ફેંકનારા કેમેરામાં કેદ થઇ જશે અને તેમને ૫૦ રૂપિયાથી ૫૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવા તૈયાર રેહવું પડશે.
જાહેર સ્થળો અને રસ્તાઓ પર ગંદકી કરનારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે અને અનેક લોકો ને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે જણાવ્યું કે ગંદકી કરતા તત્વો ને દંડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વડોદરામાં ગંદકી ફેલાવનારા શહેર કમાન્ડ કંટ્રોલ રૂમ માં સીસીટીવી ધ્વરા નજર રાખતા કેમેરામાં ઝડપાઇ જશે અને તેમને ગંદકી કરવા માટે મેમો મોકલવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રેહવું પડશે