વડોદરા શહેરનો એક પરિવાર કોરોના કાળના કપરા સમયમાં હિંમતભેર આગળ વધી સ્વનિર્ભર બન્યો છે, માર્ચ મહિનામાં પરિવારના મા, દિકરી સહિત સભ્યો કોરોનાની ઝપટે ચડયા હતા પરંતુ આ પરિવારે મજબૂત મનોબળથી આગળ વધી કોરોના ને હરાવી કપરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યો હતો એટલું જ નહીં રિસાઈકલ મટિરિઅલથી ફેબ્રિક જવેલરી બનાવી.
શહેરના અકોટા વિસ્તારમાં રહેતી માં-દીકરીએ કોરોનાકાળ દરમિયાન એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. વિપરીત પરિસ્થિતિમાં આ પરિવાર હિંમતભેર આગળ વધી સ્વનિર્ભર પણ બન્યો છે અને લોકો માટે પ્રેરણારૂપ પણ બન્યો છે.
રિસાઈકલ મટિરિઅલથી ફેબ્રિક જવેલરી બનાવી
શહેરના અકોટા વિસ્તારમાં રહેતી માં-દીકરીએ કોરોનાકાળ દરમિયાન એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેમણે વેસ્ટ પુઠ્ઠા, કાર્ડબોર્ડ તેમજ વેસ્ટ ફેબ્રિકને રિસાઈકલ કરી તેમાંથી એથનિક ફેબ્રિક જવેલરી બનાવી. ઉપરાંત તે થકી તેમણે અન્ય યુવતીને રોજગારી આપી છે.
ઘણા ફેબ્રિક બાયોડીગ્રેબલ નથી હોતા, જેનાથી જમીનનું પ્રદુષણ થાય છે. તેથી તેને રિસાઈકલ કરીને ફેબ્રિકની જવેલરી બનાવવાનો વિચાર આવ્યો. જયતિ દવે એ જણાવ્યું કે, 15 પીસ બનાવ્યા બાદ તેમણે ઓનલાઈન પ્લેટફોર્મ પર 'એરી સખી' નામની પ્રોડક્ટ લોન્ચ કરી. ખુબ જ સારો પ્રતિસાદ મળતા, તેઓએ ઓનલાઈન જવેલરી વહેચવાની શરૂ કરી.જેમાં એમની માતા હેમાબેન દવે પણ એમની સાથે જોડાયેલ છે. તેઓને તેમના પરિવાર મિત્રો પાસેથી સારો પ્રિસાદ મળ્યો, જેનથી તેમને પ્રોત્સાહન મળ્યું અને આગળ કામ વધારવામાં આવ્યું.
જયતિ દવેએ એ પણ જણાવ્યું કે, એથનિક ફેબ્રિક જવેલરી પહેરવામાં ખુબ જ લાઈટ વેઈટ અને ટ્રેન્ડી લાગે છે. હાલ યુવતીઓ અને મહિલાઓ લોન્ગ ઝુમકા અને એરિંગ્સ ફેશન સ્ટેટમેન્ટ બની રહ્યા છે. માર્કેટમાં જવેલરીનો ટ્રેન્ડ દરરોજ બદલાતો હોવાથી, તેમણે સતત અપડેટ રહેવું પડે છે અને નવા ટ્રેન્ડ મુજબની વેરાઈટીઓ ગ્રાહકને આપવામાં આવે છે. એથનિક ફેબ્રિક જવલેરી ખુબ જ લાઈટ વેઈટ તેમજ વેસ્ટર્ન અને એથનિક વેઅર સાથે પરફેક્ટ લૂક આપે છે. વળી, તેમાં ડ્રેસને અનુરૂપ કલર કોમ્બિનેશન પણ કરી શકાય છે.
આ સ્ટાર્ટઅપથી પોતે તો સ્વાનિર્ભર થયા, પરંતુ અન્ય યુવતીઓને પણ રોજગારી આપી. અત્યાર સુધી ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં 200થી વધુ ઓડર્સ ડિલિવર કર્યા છે. તેઓ પેકીંગ પણ 100% પ્લાસ્ટિક મુક્ત કરે છે. જેનાથી ગ્રાહકો પણ આકર્ષિત થાય છે. ભવિષ્યમાં આ પ્રોડક્ટ થકી શહેરની અન્ય મહિલાઓને સશક્ત કરવાનો ધ્યેય છે.