વડોદરા ગેંગરેપ કેસમાં 53 દિવસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે

News18 Gujarati
Updated: January 22, 2020, 12:59 PM IST
વડોદરા ગેંગરેપ કેસમાં 53 દિવસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે
ઘટનાના 10માં દિવસે પોલીસે બન્ને આરોપીએની ધરપકડ કરી હતી.

ગત તા. 29 નવેમ્બર 2019નાં રોજ નવલખી મેદાનમાં પુરુષ મિત્ર સાથે બેઠેલી સગીરાનું અપહરણ કરી બે શખ્સોએ સામૂહિક બળાત્કારી ગુજાર્યો હોવાની ચકચારી ઘટનામાં બની હતી.

  • Share this:
વડોદરા : ગત તા. 29 નવેમ્બર 2019નાં રોજ નવલખી મેદાનમાં પુરુષ મિત્ર સાથે બેઠેલી સગીરાનું અપહરણ કરી બે શખ્સોએ સામૂહિક બળાત્કારી ગુજાર્યો હોવાની ચકચારી ઘટનામાં બની હતી. ઘટનાના 10માં દિવસે પોલીસે બન્ને આરોપીએની ધરપકડ કરી હતી. જોકે, આ ઘટનામાં લુંટ અને પોક્સોની કલમનો ઉમેરો કરવા તેમજ 376 (ડી) અને 325ની કલમ રદ્દ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. જોકે આ રિપોર્ટ સામે બચાવ પક્ષના વકીલ અલ્પેશ ચૌહાણે વાંધો ઉઠાવતા આજે કોર્ટમાં સુનવણી હાથ ધર્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

નવલખી મેદાનમાં સગીરાનુ અપહરણ કર્યા બાદ સામૂહિક બળાત્કાર ગુજારવાના બનાવમાં રાવપુરા પોલીસે 29 નવેમ્બર-2019ના રોજ નોંધેલી એફ.આઇ.આરમાં પોક્સો સહિતની વિવિધ કલમો દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2 ડીસેમ્બરનાં રોજ વધુ કેટલીક કલમો ઉમેરવામાં આવી હતી. ગત તા. 8 ડીસેમ્બરનાં રોજ સગીરા પર બળાત્કાર ગુજારનાર બન્ને આરોપીઓ કિશન અને જશાને પોલીસે ઝડપી લીધા બાદ તા. 9 ડીસેમ્બરનાં રોજ વધુ કેટલીક કલમો ઉમેરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતનાં રઘુવીર સિલિયમમાં બીજા દિવસે પણ આગ ભભૂકી, 28 કલાકમાં 4 કરોડ લીટર પાણીનો મારો ચલાવાયો

મંગળવાર તા. 21 જાન્યુઆરી-2020ના રોજ પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરી આ ગુનામાંથી આઇપીસી 325, 376 (ડી) તેમજ પોક્સો એક્ટ કલમ 5(જી), (એચ),(આઇ), (એલ) કમી કરવા તેમજ પોક્સો 6(1) તથા આઇપીસી 394નો ઉમેરો કરવા વિનંતી કરી હતી. જોકે પોલીસે કરેલા રિપોર્ટ સામે જવાબ રજૂ કરવા માટે બચાવ પક્ષના વકીલ અલ્પેશ ચૌહાણે કોર્ટ પાસે સમય માગતા કોર્ટે આજે લેખીતમાં જવાબ આપાવ માટે જણાવ્યું હતુ. જવાબ મળ્યા બાદ કલમનો રિપોર્ટ માન્ય રખાશે અને ત્યારબાદ ચાર્જશીટ રજૂ થશે. અત્રેઉલ્લેખનિય છે કે, પોલીસ દ્વારા ચાર્જશીટ સબમિટ કરી દેવામાં આવી છે. પણ રજીસ્ટર્ડ ના થઇ હોવાનુ બચાવ પક્ષના વકીલે જણાવ્યું છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर