વડોદરા શહેરને મળ્યાં નવા મહિલા મેયર, ડૉ. જીગીશાબેન શેઠની વરણી

News18 Gujarati
Updated: June 18, 2018, 4:49 PM IST
વડોદરા શહેરને મળ્યાં નવા મહિલા મેયર, ડૉ. જીગીશાબેન શેઠની વરણી
ડૉ જીગીશાબેન શેઠ વડોદરાના નવા મેયર

  • Share this:
વડોદરા શહેરમાં નવા મેયર અને સ્ટેન્ડિગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. આ વખતે વડોદરામાં મહિલા મેયર ડૉ. જીગીશાબેન શેઠ બનતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. નિયમ મુજબ આ વખતે પણ મેયર પદ માટે મહિલાને સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત ડેપ્યૂટી મેયર તરીકે જીવરાજ સિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે સતિષ પટેલની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે અલ્પેશ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે.

જીગીશાબેન શેઠ


ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રંજન ભટ્ટ શહેરના મેયર રહી ચુક્યા હતા.

મેયર તરીકે પસંદગી બાદ  ડૉ. જીગીશાબેન શેઠે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું  હતું કે, "મને ખૂબ મોટી જવાબદારી સોપવામાં આવી છે. હું  તેને સક્ષમતાથી નિભાવીશ. મને સ્ટેન્ડિંગ કમિટિનો અનુભવ કામ લાગશે.  શહેરમાં સ્વસ્છતા અને સ્વાસ્થ્યના મુદ્દા મારી પ્રાથમિકતા રહેશે."

 
First published: June 18, 2018, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading