વડોદરાઃ 42 કિલોમીટરની લાંબી ફુલ મેરેથોન,નયન મોંગીયાએ કરાવ્યુ પ્રસ્થાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 11:24 AM IST
વડોદરાઃ 42 કિલોમીટરની લાંબી ફુલ મેરેથોન,નયન મોંગીયાએ કરાવ્યુ પ્રસ્થાન
વડોદરાઃવડોદરામાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફુલ મેરેથોનનું આયોજન કરાયું હતું.42 કિલોમીટરની લાંબી ફુલ મેરેથોનનો અર્જુન એવોર્ડ વિજેતા પૂર્વ ક્રિકેટર નયન મોંગીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.76000 થી વઘુ દોડવીરોએ ભાગ લીધો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 11:24 AM IST
વડોદરાઃવડોદરામાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફુલ મેરેથોનનું આયોજન કરાયું હતું.42 કિલોમીટરની લાંબી ફુલ મેરેથોનનો અર્જુન એવોર્ડ વિજેતા પૂર્વ ક્રિકેટર નયન મોંગીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.76000 થી વઘુ દોડવીરોએ ભાગ લીધો હતો.
21 કિમી હાફ મેરેથોનને ફ્લેગ ઓફ અપાયો હતો.10 કિલોમીટરની મેરેથોન દોડનો પણ પ્રારંભ કરાયો હતો.રિલાયન્સ ગ્રુપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી હાજર રહ્યા હતા. ધનરાજ નથવાણી મેરેથોનના ડાયરેક્ટર પણ છે.કેન્દ્રીય રમત-ગમત પ્રધાન વિજય ગોયેલ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કારીનગરી વડોદરામાં અદભૂત વ્યવસ્થા વચ્ચે હજારો લોકોએ દોડ લગાવી હતી.

આજે રવિવારે વડોદરામાં ફુલ આંતરાષ્ટ્રીય મેરોથન 2017 યોજાઇ ગુજરાતની આ પ્રથમ સર્ટીફાઇડ 42 કિલોમીટરની ફુલ મેરેથોન છે. વડોદરા શહેરવાસીઓ આ મેરેથોનમાં ઉત્સાહથી ભાગ લિઘો અને મેરેથોનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને વડોદરાનાં રાજમાર્ગો દોડવીરોનો થનગનાટ જોવા મળ્યો હતો.

નવલખીનાં વિશાળ મેદાનથી આ ફુલ આંતરાષ્ટ્રીય મેરેથોનનો ફલેગ ઓફ રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ્યો, આ પ્રસંગે કેન્દ્રિય રમતગમત પ્રધાન વિજય ગોયલ સહિત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ગુપ્ર સિનિયર વાઇસ પ્રેસીડન્ટ અને વડોદરા આંતરાષ્ટ્રીય મેરેથોન નાં ડાયરેકટર શ્રી ઘનરાજ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા મેરેથોન ને સેવા સાથે જોડી સ્પોર્ટસ સાથે સેવાનો મહાકુંભનાં કોન્સેપ્ટને બિદદાવ્યો. તો કેન્દિય મરતગમત પ્રઘાન વિજય ગોયલે પણ આંતરાષ્ટ્રીય ફુલ મેરેથોનનાં આયોજન બદલ વડોદરાવાસીઓને અભિનંદન પાઠવી હતી.

દેશમાં રમતગમત ને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ ઓફ ઓથોરેટી ઓફ ઇન્ડિયા ઘ્વારા વેબપોર્ટલનો પ્રાંરભની વાત કરી જણાવ્ય હતું કે આંઠ વર્ષ ઉપરનાં કોઇ પણ બાળક પોતાની રમતગમત પ્રતિભાને વેબ પોર્ટલ પર વિગતો અને વિડીયો મોકલી શકે છે, તેને સરકાર યોગ્ય પ્રતિભાને જરૂર મદદરૂપ બનશ તેની ખાત્રી આપી હતી.

છઠ્ઠી અને પ્રથમ ફુલ સર્ટીફાઇડ મેરેથોન ઘ્વારા સ્પોર્ટસ સાથે રચનાત્મક સંદેશ કેશલેશ અને ડીજીટલ ઇન્ડીયાની થીમ પર મેરેથોન યોજાઇ મેરેથોનનું રજીસ્ટ્રેશન પણ દોડવીરો ઘ્વારા ઓનલાઇન કરવામાં આવ્યું હતુ. મેરોથનમાં પ્રથમવાર ટોર્ચ ઓફ સેવાઓનો પ્રાંરભ કરવામાં આવ્યો છે, અને તેમાં 25 લોકો ભાગ લઇ લિઘો જેમાં એક દોડવીર પાંચ લાખનાં દાન આપશે અને દાનવીરો માંટે ખાસ કેટેગરીની છે આ દાન ઘ્વારા સવા કરોડ એકત્રિત કરવામાં આવશે અને સમાજ સેવા માંટે વાપરવામાં આવશે.
First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर