Home /News /madhya-gujarat /

વડોદરામાં યુવાને કંપનીમાં માત્ર બે મિનિટમાં જ ખાધો ગળેફાંસો, ઘટનાના CCTV આવ્યા સામે

વડોદરામાં યુવાને કંપનીમાં માત્ર બે મિનિટમાં જ ખાધો ગળેફાંસો, ઘટનાના CCTV આવ્યા સામે

સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર

Vadodara news: આ યુવક જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. તેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા.

    વડોદરા : શહેરમાં (Vadodara news) આપઘાતનો (suicide in Vadodara) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલે આપઘાત કરી લીધો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ યુવક જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. તેના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ અંગેની માંજલપુર પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

    ઓવરટાઇમ છે તેવું જણાવી કંપનીમાં જ રહ્યો

    આ અંગેની મળતી માહિતી પ્રમાણે, યશ અગ્રવાલ મિકેનિકલ એન્જિનિયર હતો. તે મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરતો હતો. બે જુલાઇના રોજ તે નોકરી પર હતો ત્યારે મારે ઓવરટાઈમ છે તેવું સિક્યુરિટીને કહીને કંપનીમાં રોકાયો હતો. જે બાદ તેણે આ પગલું ભરી લીધું હતુ. યુવકે માત્ર બે મિનિટમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. 27 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યશ અગ્રવાલના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેના આપઘાતનું કારણ જાણવા માટે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

    સગીર પ્રેમિકાએ લોકઅપમાંથી પ્રેમીને ભગાડ્યો, પોતે ઝડપાઇ, યુવાન ફરાર

    મૃતકની ફાઇલ તસવીર


    હાલ મૃતદેહ કોલ્ડસ્ટોરેજમાં

    યશના પરિવારે બે જુલાઇના રોજ તે મોડે સુધી આવ્યો નહીં એટલે કંપનીમાં ફોન કર્યો હતો. જે બાદ કંપનીના લોકોએ તેની તપાસ કરતા તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જેથી પરિવાર પર આઘાતમાં આવી ગયો હતો. યુવકે આ અગમ્ય પગલું કેમ ભર્યું તેની પરિવારને પણ જાણ નથી. યુવકનો ભાઇ વિદેશમાં હોવાને કારણે હાલ આ યુવકનો મૃતદેહ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.



    રાજકોટ શહેરમાં પણ આપઘાતનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ ધરાવતા હસમુખભાઈ પાંચાણીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી વિગતો અનુસાર, રાત્રે દંપતી એક રૂમમાં સાથે સૂતા હતા. વહેલી સવારે હસમુખભાઈના પત્નીની નીંદર તૂટતા તેઓએ પતિને સાથે જોયા ન હતા. આથી તેઓ તપાસ માટે હોલમાં ગયા હતા. હોલમાં જતાની સાથે જ હસમુખભાઈના પત્નીએ પોતાના પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. (આ અંગેનો વધુ અહેવાલ અહીં વાંચો ) 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CCTV footage, આપઘાત, ગુજરાત, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन