Home /News /madhya-gujarat /

વડોદરામાં કોરોનાને કારણે પહેલું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

વડોદરામાં કોરોનાને કારણે પહેલું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે

નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

    વડોદરા : દેશ સહિત રાજ્યમાં કોરોનાનો (coronavirus) કેર વધી રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરામાં (Vadodara) કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ (death) છે. કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં.

    મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગે શહેરનાં દર્દી શાલિની અગ્રવાલે પુષ્ટી કરી છે. મહત્વનું છે કે, વડોદરામાં કોરોના પોઝિટિવનાં કેસ વધી રહ્યાં છે ત્યારે શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે. અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો. પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો.

    આ પણ વાંચો - સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે 50 હજાર જેટલા માછીમારો બોટમાં જ ક્વૉરન્ટાઇન, પરિવારોની હાલત કફોડી

    નોંધનીય છે કે, દિલ્હીના નિઝામુદ્દીન ખાતેથી પરત ફરેલા વડોદરાના શહેરનાં 124 અને જિલ્લાના 48ને ક્વોરન્ટીન કર્યા છે. બાકીનાઓની શોધખોળ ચાલી રહી છે. વડોદરાના તાંદળજા વિસ્તારનો અલિ નામનો 21 વર્ષનો એક યુવાન નિઝામુદ્દીનથી આવ્યો હતો અને તેની તબિયત કથળતા તેના નમૂના લેવામાં આવ્યાં છે. આ યુવાનને શરદી-ખાંસી અને સતત તાવ રહેતો હોવાના પગલે તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના નમૂના સયાજી હોસ્પિટલ ખાતેની કોરોના લેબમાં મોકલવામાં આવ્યાં છે. હાલમાં આ યુવાનને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

    આ પણ જુઓ - 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, Shrilanka, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन