Home /News /madhya-gujarat /મધુ શ્રીવાસ્ત્વની દબંગાઇ ફરી આવી સામે, 'મારા કાર્યકર્તાઓને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ'

મધુ શ્રીવાસ્ત્વની દબંગાઇ ફરી આવી સામે, 'મારા કાર્યકર્તાઓને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ'

Vadodara Politics: આજે સવારે મધુ શ્રીવાસ્ત્વે હનુમાનજીની મૂર્તિ સાથે રાખીને રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતુ.

Vadodara Politics: આજે સવારે મધુ શ્રીવાસ્ત્વે હનુમાનજીની મૂર્તિ સાથે રાખીને રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતુ.

    વડોદરા: ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ હતુ. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ પણ બનાવવામાં આવી હતી. પરંતુ વાઘોડિયાનાં મધુ શ્રીવાસ્તવને કોઇ કાબુમાં કરી ન શક્યુ. આખરે આજે મધુ શ્રીવાસ્ત્વે અપક્ષનું ફોર્મ ભર્યું છે. આ સાથે તેમણે ખુલ્લી ચીમકી પણ આપી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ છે કે, 'મારા કાર્યકરોને કોઇએ પણ હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ. કોઇનાથી ડરતા નહીં, આ બાહુબલી હજુ છે.'

    આજે સવારે મધુ શ્રીવાસ્ત્વે હનુમાનજીની મૂર્તિ સાથે રાખીને રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતુ. આ રેલી ધીરજ ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી કરવામાં આવી હતી. મધુ શ્રીવાસ્તવ જન સંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે હજારોની સંખ્યામાં સમર્થકો કાર્યાલય ખાતે હાજર હતા. કાર્યાલય ખાતેથી મધુ શ્રીવાસ્તવ શક્તિ પ્રદર્શન કરીને અપક્ષની ઉમેદવારી નોંધાવી છે.

    આ પણ વાંચો: ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ



    વાઘોડિયાના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરતી વખતે તેમણે દબંગ મૂડમાં જણાવ્યું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી, આ બાહુબલી હજી છે. મારા કાર્યકરોનો કોઈ કોલર પકડશે તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઈશ. આ સાથે તેમણે કહ્યુ કે, 'શેર તો અકેલા હી ચલતા હૈ.'



    પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે, સવા કલાકની બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્ત્વ માન્યા નથી. પાટિલ સાથે સવા કલાકની બેઠકમાંથી બહાર નિકળી મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમના દબંગ તેવર ફરીથી દેખાયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, "સતીશ નિશાળિયા ભલે માન્યા, હું મધુ શ્રીવાસ્તવ છું. હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ."
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી, વડોદરા સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन