M. S. Uni.ની બોગસ ડિગ્રીનો પર્દાફાશ : ગયા વર્ષની 20 માર્કશીટ નકલી નીકળી

News18 Gujarati
Updated: January 16, 2020, 1:42 PM IST
M. S. Uni.ની બોગસ ડિગ્રીનો પર્દાફાશ : ગયા વર્ષની 20 માર્કશીટ નકલી નીકળી
20 ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું

બોગસ ડિગ્રી મામલે યુનિવર્સિટીએ ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો મેદાનમાં આવ્યા છે.

  • Share this:
વડોદરા : વારંવાર વિવાદમાં રહેનાર એમ.એસ.યુનિવર્સિટી (M.S. University) બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ડિગ્રી વેરીફીકેશન બાદ 20 ડિગ્રી બોગસ હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ ડિગ્રી મામલે યુનિવર્સિટીએ ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યો મેદાનમાં આવ્યા છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં દર વર્ષની જેમ વર્ષ 2019માં ખાનગી એજન્સી મારફતે 645 ડિગ્રી વેરીફીકેશન કરાવવામાં આવી હતી. જેમાંથી 20 ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું. જેના કારણે યુનિવર્સિટી તંત્રએ માત્ર બોગસ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને જાણ કરી સંતોષ માન્યો હતો. યુનિવર્સિટી તંત્રએ બોગસ ડિગ્રી મામલે પોલીસમાં ફરિયાદ ન કરતા કોંગ્રેસ પ્રેરિત સેનેટ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. સેનેટ સભ્યોનો આરોપ છે કે, બોગસ ડિગ્રીમાં યુનિવર્સિટીનાં સત્તાધીશો અને ભાજપનાં હોદ્દેદારો સામેલ છે. જેના કારણે રાજકીય દબાણ હોવાથી યુનિવર્સિટી તંત્ર પોલીસ ફરિયાદ નોધાવી નથી રહી. યુનિવર્સિટીએ બોગસ ડિગ્રી મામલે કોઈ પણ રાજકીય દબાણને વશ થયા વગર પોલીસ ફરિયાદ નોંધાવીને જે પણ સંડોવાયેલા છે તેમના નામ બહાર પાડવા જોઈએ. સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતાકહ્યું કે, છેલ્લા 15 વર્ષની ડીગ્રી તપાસવામાં આવે તો હજારો ડિગ્રી બોગસ હોવાનો ઘટસ્ફોટ થઈ શકે છે.

આ પણ વાંચો : રાજકોટ ફાયરિંગ કેસ : મૃતકની પત્નીનું આક્રંદ, 'મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે? PSI સામે હત્યાનો ગુનો નોંધો'

કયા મહિના માં કેટલી બોગસ માર્કશીટ મળી



































































મહિનો સાચી વેરીફાઇડ બોગસ માર્કશીટ
જાન્યુઆરી 2019 47 04
ફેબ્રુઆરી 66 02
માર્ચ 23 02
એપ્રિલ 38 02
મે 86 03
જુન 80 02
જુલાઇ 77 00
ઓગસ્ટ 36 01
સપ્ટેમ્બર 60 02
ઓકટોબર 20 00
નવેમ્બર 32 00
ડિસેમ્બર 60 02

બોગસ ડીગ્રી મામલે યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરે કહ્યું કે, સમગ્ર મામલે યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી છે. તપાસ બાદ યુનિવર્સિટી તંત્ર લીગલ એક્શન લેશે. વાઈસ ચાન્સેલરે પોલીસ ફરિયાદ કરાશે કે કેમ તે પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. ભુતકાળમાં પણ યુનિ પરીક્ષા વિભાગની ચકાસણીમાં બોગસ માર્કશીટનો પર્દાફાશ થયો હતો, ત્યારે યુનિવર્સિટી સત્તાઘીશો આ મામલે મૂળ સુઘી કેમ તપાસ નથી કરતી તે પણ એક સવાલ છે. જે વિધાર્થીએ આ માર્કશીટ કયાં મેળવી, તેના મૂળ સુઘી યુનિ. સત્તાઘીશો તપાસ કરે તો બોગસ  માર્કશીટ મામલે કોભાંડનો પર્દાફાશ થઇ શકે. નકલી માર્કશીટ પર યુનિ.નાં હોલોગ્રામ અને વોટરમાર્ક સિમ્બોલની પણ ચકાસણી કરવામાં આવે તો સમગ્ર બોગસ સ્કેમ મામલે ચોંકવનારા ખુલાસા સામે આવી શકે છે.

મહત્વની વાત છે કે એમ એસ યુનિ.માં બોગસ ડીગ્રીનાં મામલે પહેલીવાર નથી. અગાઉ પણ બોગસ ડીગ્રી અને એડમિશનનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ ફરિયાદ નોધાઇ હતી અને અનેક ભાજપનાં હોદ્દેદારોનાં નામ સામે આવ્યા હતા. જેથી યુનિવર્સિટી તંત્ર આ વખતે પણ પોલીસ ફરિયાદ કરશે તો ચોક્કસથી અનેક મોટા માથાઓનાં ચહેરા બેનકાબ થઈ શકે છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर