પાદરાની ખુશ્બુની હત્યાનો ભેદ ખુલ્યો : તાબે ન થતા ધર્મનાં ભાઇએ હત્યા કરી હતી

News18 Gujarati
Updated: December 21, 2019, 10:59 AM IST
પાદરાની ખુશ્બુની હત્યાનો ભેદ ખુલ્યો : તાબે ન થતા ધર્મનાં ભાઇએ હત્યા કરી હતી
ખુશ્બુની ફાઇલ તસવીર

જયે ખુશ્બુને ચોપડીનાં પુંઠા ચઢાવવાને બહાને ઘરે બોલાવીને બળજબરીપૂર્વક પકડીને વશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
વડોદરા : પાદરાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીની (M. S. university) કોમર્સની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની (Khushbu Jani) હત્યાનો ભેદ ખુલતા ચકચાર મચી ગઇ છે. જિલ્લા એલસીબી પોલીસે આ ખુશ્બુની હત્યામાં (murder) કહ્યું કે, 'તેની હત્યા ધર્મનાં ભાઇ જય વ્યાસે કરી છે. જયે ખુશ્બુને ચોપડીનાં પુંઠા ચઢાવવાને બહાને ઘરે બોલાવીને ખુશ્બુને બળજબરીપૂર્વક પકડીને વશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખુશ્બુએ પ્રતિકાર કરતા જયે ક્રુરતાપૂર્વક હથોડી અને કુહાડીનાં ઘા ઝીંકીને હત્યા કરી નાંખી  હતી.' પોલીસે જય વ્યાસ અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના માતા-પિતાની ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું કે, ખુશ્બુનો મૃતદેહ જે ગોદડીમાં લપેટેલી મળી હતી તેની પર આંગણવાડી બહેનોની સાડીની ખોલ હતી. આ સાથે પ્લાસ્ટીકના ટાંટીયાની પણ તપાસ કરાતા આ આખી વાત સામે આવી છે. પોલીસ જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે 17મી ડિસેમ્બરે ગામનાં સ્વામિનારાયણ મંદિરનાં સીસીટીવીનાં ડીવીઆરની પણ ચોરી થતાં પોલીસનો શક વધારે મજબૂત બન્યો હતો. જે બાદ પોલીસે જય અને તેના માતા પિતાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમે કહ્યું, 'સાબ, ફાંસીવાલી ગલતી હો ગઈ'

જયે માથામાં હથોડીના બે ફટકા તેમજ કુહાડીનાં ઘા માર્યા હતા

આ કેસની તપાસ કરનાર ઇન્ચાર્જ પોલીસ વડા રવિન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાણસદ ગામમાં રહેતા અને આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા 18 વર્ષના જય હિતેષ વ્યાસે ગામમાં જ રહેતી તેના સમાજની બનાવેલી ધર્મની બહેન ખુશ્બુ જાનીની હત્યા કરી છે. જયે માથામાં હથોડીના બે ફટકા તેમજ કુહાડીનાં ઘા મારીને કરી હતી. તેની લાશ ઘરની ગોદડી અને પ્લાસ્ટીકની થેલીમાં લપેટીને જયે સ્કૂટી સાથે બાંધીને ગામનાં તળાવમાં ફેંકી દીધી હતી. ખુશ્બુની હત્યાની વાત જયનાં પિતા હિતેષભાઇ વ્યાસ અને માતા રક્ષાબહેને જાણ થતાં પુત્રને બચાવવા માટે ઘરમાંથી લોહીના ડાઘા સાફ કરી નાખ્યા હતા. આ ઉપરાંત બાથરૂમનું તૂટી ગયેલું હેન્ડલ પણ બદલી નાંખ્યું હતું. આ ઉપરાંત હત્યાને લગતા તમામ પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસે જય વ્યાસ અને તેના માતા-પિતાની ગઇકાલે ધરપકડ કરી છે.

પોલીસે જય વ્યાસ અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના માતા-પિતાની ધરપકડ કરી હતી.
કઇ રીતે ખુલ્યો ભેદ

તારીખ 11 ડિસેમ્બરનાં રોજ ખુશ્બુ ઘરેથી ગુમ થઇ હતી. 14મીએ ખુશ્બુનાં માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન ખુશ્બુની લાશ ગામના તળાવમાંથી મળી આવી હતી. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસ દરમિયાન 17મી તારીખે ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સીસીટીવીના ડીવીઆર ચોરી થતાં પોલીસને જેના ઉપર શંકા હતી તે શંકા પ્રબળ બની હતી. ત્યારબાદ પોલીસે જય વ્યાસ અને તેના માતા-પિતાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જય વ્યાસે ખુશ્બુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે તેના માતા-પિતાએ પુરાવાનો નાશ કર્યો હોવાની પણ કબૂલાત કરતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે ઇન્ચાર્જ પોલીસ વડા રવિન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ખુશ્બુ જે દિવસે બપોરે ગુમ થઇ હતી. તે જ દિવસે બપોરે જય પોતાની દાદીને આંગણવાડીમાં મૂકી દીધા બાદ ખુશ્બુના ઘરે ગયો હતો. ખુશ્બુને ચોપડીઓને પુઠ્ઠા ચઢાવવાનાં કામે ઘરે બોલાવી હતી. જેથી ખુશ્બુ જયના ઘરે પહોંચી હતી. ખુશ્બુ ઘરમાં જતા જ જયે તેની સાથે જબરદસ્તી આલિંગન આપ્યું હતું. ખુશ્બુએ બુમરાણ મચાવતા જય ગભરાઇ ગયો હતો. તેથી તેણે ઘરમાં પડેલી હથોડી તેના માથામાં મારી દીધી હતી. માથામાં હથોડી વાગતા જ ખુશ્બુ લોહીલુહાણ હાલતમાં ઘરના પહેલાં માળે જઇને બાથરૂમમાં પુરાઇ ગઇ હતી. જય પણ હથોડી લઇને તેની પાછળ દોડ્યો હતો. અને બાથરૂમના દરવાજાની ખેંચતાણમાં બાથરૂમના દરવાજાનું હેન્ડલ તૂટી જતાં દરવાજો ખુલી ગયો હતો. દરવાજો ખુલતાની સાથે ખુશ્બુ બહાર આવતા જયે હથોડીનો બીજો ફટકો મારી દીધો હતો. તે બાદ ઘરમાં પડેલી કુહાડીના ઝટકા ખુશ્બુના માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જયનાં માતા પિતા ખુશ્બુનાં ઘરે બેસવા પણ જતા હતા

પોલીસે વધુમાં કહ્યું કે, 'જય હત્યા કરીને પોતાના રાબેતા મુજબ જીવવા લાગ્યો. જ્યારે તેના માતા પિતા ખુશ્બુનાં ઘરે બેસવા પણ જતા હતાં. ખુશ્બુની બેરહેમી પૂર્વક હત્યા કર્યાં બાદ જય ઘરમાં પડેલી ગોદડી અને પ્લાસ્ટિકની થેલી તેમજ કેબલ વાયરનો ઉપયોગ કરીને લાશને પોતાની સ્કૂટી પેપ ઉપર બાંધી ખુશ્બુની લાશ ગામના તળાવમાં ફેંકી દીધી હતી. બીજા દિવસે જય તળાવ ઉપર લાશ ઉપર આવી છે કે નહીં તે જોવા માટે ગયો હતો. લાશ તેને દેખાતા લાકડુ લઇને લાશ સાથે બાંધી ફરીથી તળાવમાં છોડીને ઘરે આવી ગયો હતો. ઘરે આવ્યા બાદ તેના માતા-પિતાને પુત્રએ ખુશ્બુની હત્યા કરી હોવાની જાણ થતાં માતા-પિતા પોતાના પુત્રને બચાવવા માટે ઘરમાં પડેલા લોહીના ડાઘા સાફ કરીને પુરાવાનો નાશ કરી દીધો હતો. '
First published: December 21, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading