Home /News /madhya-gujarat /લવ-જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરા: લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ, લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ

લવ-જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરા: લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ, લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ

આરોપી.

Vadodara Love Jihad case: વડોદરા શહેરમાં બે જ અઠવાડિયામાં લવ-જેહાદનો ત્રીજો ગુનો નોંધાયો છે. જેમાં નાગરવાડાના 20 વર્ષીય બેરોજગાર સોહિલ શેખે ફતેગંજની 20 વર્ષની યુવતીને પહેલા સોશિયલ મીડિયા મારફતે પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદમાં લગ્ન કરી લેવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

વધુ જુઓ ...
વડોદરા: વડોદરા શહેર જાણે કે લવ-જેહાદનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લવ-જેહાદનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ (The Gujarat Freedom of Religion (Amendment) Act 2021) એક પછી એક કિસ્સા બહાર આવ્યા છે. હવે એક વિધર્મ યુવકે યુવતી પર દુર્ષ્ક્મ ગુજાર્યું (Rape case) હોય તેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં નાગરવાડા (Nagarwada) ખાતે રહેતા સોહિલ સાજીદ શેખ (Sohil Sajid Shaikh) સામે દુર્ષ્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિતાનો આક્ષેપ છે કે સોહિલ તેણીને લગ્ન (Marriage)ની લાલચ આપી હતી અને તાંદલજામાં એક મકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં પીડિતાએ ફરી વખત શરીર સંબંધ બાંધવાની મનાઈ કરતા આરોપીએ પીડિતાને માર પણ માર્યો હતો. સોહિલે પીડિતાને તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં પણ કર્યાં હતાં. આ મામલે પીડિતાએ આરોપી સોહિલ સાજીદ શેખ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે.

બે અઠવાડિયામાં ત્રીજો બનાવ

વડોદરા શહેરમાં બે જ અઠવાડિયામાં લવ-જેહાદ (Vadodara love Jihad case)નો ત્રીજો ગુનો નોંધાયો છે. જેમાં નાગરવાડાના 20 વર્ષીય બેરોજગાર સોહિલ શેખે ફતેગંજની 20 વર્ષની યુવતીને પહેલા સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદમાં લગ્ન કરી લેવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલ્યો, જાણો કયા ખાતા ધારકે ચૂકવવો પડશે ચાર્જ

મુસ્લિમ ધર્મ પાળવા દબાણ

યુવતીની ફરિયાદ પ્રમાણે સોહિલ તેણીને લગ્ન પહેલા જ મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત તે એવું પણ કહેતો હતો કે તારે મારી બીજી પત્ની સાથે પણ રહેવું પડશે. લગ્ન પછી બુરખો પણ પહેરવો પડશે. આ મામલે આખરે કંટાળીને યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીનું કહેવું છે કે આરોપી તેને ઇમોશનલી બ્લેકમેઇલ કરતો હતો. સોહિલ સાથે તેણી 2020માં સોશિયલ મીડિયા થકી મળી હતી. જે બાદમાં સોહિત તેણીને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. પોતે તેને ખૂબ પ્રેમ કરે છે, તેણી વગર જીવી નહીં શકે તેવી વાતો કરવા લાગ્યો હતો. આ દરમિયાન સાહિલ યુવતીને મળવા આવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. યુવતી મળવા આવતી હતી ત્યારે તેણીની મરજી વિરુદ્ધ અડપલાં કરતો હતો. એક મુલાકાત દરમિયાન તાંદલજા ખાતે સોહિલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદની ટ્વિન બહેનો ધોરણ-10માં ટોપર, ખાસ કારણથી બનવું છે ડૉક્ટર

આ દરમિયાન ગત રવિવારે સોહિલે યુવતીને નાગરવાડા શાકમાર્કેટ ખાતે બોલવી હતી અને તેણીને એક થપ્પડ મારી દીધી હતી. આખરે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે સોહિલ તેની પાસેથી પૈસાની માંગણી પણ કરતો હતો. આ ઉપરાંત ઝઘડો થતો હતો ત્યારે તે માર પણ મારતો હતો.

કેસ-1: વડોદરામાં લવ જેહાદના નવા કાયદા પ્રમાણે પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.


" isDesktop="true" id="1109672" >


કેસ-2: આ કિસ્સામાં યુવતીએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ લગ્ન પહેલા તેને હિન્દુ ધર્મ પાળવા માટે કહેતો હતો. પરંતુ લગ્ન થઈ ગયા બાદ તે ફરી ગયો હતો અને યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં, તેણે ભગવાનની તસવીરો અને મૂર્તિ પણ ફેંકી દીધી હતી. આ અંગે લગ્નના 10 મહિના બાદ પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફતેહગંજ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Dalit, Love Jihad, Marriage, Nikah, Vadodara, Vapi, મુસ્લિમ

विज्ञापन