Home /News /madhya-gujarat /વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્સો: 'મોહિબ લગ્ન પછી ફરી ગયો, બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો'

વડોદરામાં લવ જેહાદનો બીજો કિસ્સો: 'મોહિબ લગ્ન પછી ફરી ગયો, બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો'

પ્રતીકાત્મક તસવીર

Vadodara Love Jihad case: 'મોહિબ ગંદા વીડિયો બતાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો, મને ખૂબ પીડા થતી હતી, જો આવું ન કરું તો માર મારતો હતો'

વડોદરા: ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 (The Gujarat Freedom of Religion (Amendment) Act 2021) લાગૂ થયા બાદ અલગ અલગ શહેરમાંથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો દાખલ થયો હતો. જેના અઠવાડિયામાં જ લવ જેહાદનો બીજો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં યુવતીએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ લગ્ન પહેલા તેને હિન્દુ ધર્મ પાળવા માટે કહેતો હતો. પરંતુ લગ્ન થઈ ગયા બાદ તે ફરી ગયો હતો અને યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં, તેણે ભગવાનની તસવીરો અને મૂર્તિ પણ ફેંકી દીધી હતી. આ અંગે લગ્નના 10 મહિના બાદ પતિના અસહ્ય ત્રાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફતેહગંજ પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

23 વર્ષની યુવતીની ફરિયાદ

મહિલાની ફરિયાદ પ્રમાણે વર્ષ 2018માં તેની ઓળખાણ વડોદરાના સંતોકનગર ખાતે રહેતા માહિબ ઇમ્તિયાઝ પઠાણ સાથે થઈ હતી. મોબાઇલ નંબરની આપ-લે બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. યુવતીના પરિવારને પણ બંનેના સંબંધ વિશે જાણ હતી. આ દરમિયાન મોહિબ યુવતીને એવું કહેતો હતો કે જો તેણી લગ્ન નહીં કરે તો તે મરી જશે. સાથે જ તે એવી ધમકી પણ આપવા લાગ્યો હતો કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું અન્ય કોઈ સાથે પણ તારા લગ્ન નહીં થવા દઉં. યુવતીએ ડરના માર્યા આ વાત કરી ન હતી.

આ પણ વાંચો: જરૂર કરતા વધારે બીટ, ગાજર અને કાચા શાકભાજી ખાવાથી શું નુકસાન થાય?

યુવતીને હિન્દુ ધર્મ પાળવા માટે વચન આપ્યું

યુવતીની ફરિયાદ પ્રમાણે મોહિબે લગ્ન કરવા માટે યુવતીને એવું વચન આપ્યું હતું કે, તેણી ભવિષ્યમાં પણ તેની મરજી પ્રમાણે ધર્મ પાળી શકશે. આ ઉપરાંત મોહિબે તેણીને સારી રીતે રાખવાનું વચન આપ્યું હતું. જે બાદમાં બંનેએ 20-08-2020ના રોજ રજિસ્ટર્ડ લગ્ન કર્યાં હતાં. જે બાદમાં યુવતી મોહિબના ઘરે રહેવા માટે ગઈ હતી. અહીંથી જ તેની મુશ્કેલી શરૂ થઈ હતી. સાથે રહેવા માટે ગયા બાદ મોહિબે કોઈ કાઝીને ઘરે બોલાવ્યો હતો અને યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આ ઉપરાંત યુવતીનું નામ પણ બદલી નાખ્યું હતું.

આ પણ વાંચો:  સુરત: ટ્રકે ટક્કર મારતા ટેમ્પોમાં સવાર લોકો રોડ પર ફસડાયા, કેટરિંગનો સામાન વેરવિખેર

મોહિબ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો

યુવતીની ફરિયાદ પ્રમાણે તેનો પતિ મોહિબ તેણીને ગંદા વીડિયો બતાવતો હતો. જે બાદમાં તે યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો, જેમાં તેણીને ખૂબ પીડા થતી હતી. મોહિબ આવું વારંવાર કરતો હતો. જો ન કરે તો માર મારતો હતો.

ભગવાનના ફોટો અને મૂર્તિ ફેંકી દીધા

યુવતી લગ્ન બાદ પણ મોહિબના ઘરે પૂજા પાઠ કરતી હતી. જોકે, આ અંગે મોહિબ વિરોધ કર્યો હતો અને યુવતીના લગ્ન થઈ ગયા હોવાથી મુસ્લિમ ધર્મ અપનાવી લઈને દેવતાની તસવીરો ન રાખવાનું કહેતો હતો. યુવતીએ જ્યારે લગ્ન પહેલાની વાતો યાદ અપાવી ત્યારે તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ભગવાનના ફોટો ફાડી નાખ્યા હતા અને મૂર્તિ નીચે ફેંકી દીધી હતી. આ કેસમાં યુવતીએ તમામ પીડા મુંગા મોઢે સહન કરી હતી. બધુ સારું થઈ જાય તેવું માનીને તેણીએ સાસરિયાના અન્ય લોકોને પણ વાત કરી હતી. જોકે, તમામ લોકોએ મોહિબનો જ પક્ષ લીધો હતો. આખરે યુવતીએ કંટાળીને પોલીસ મથકમાં અરજી આપી છે.

આ પણ વાંચો: વડોદરા લવ જેહાદ: આરોપી સમીર કુરેશીના મોબાઇલમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર તસવીરો મળી

" isDesktop="true" id="1108216" >

વડોદરામાં લવ જેહાદનો પ્રથમ કિસ્સો

વડોદરામાં લવ જેહાદના નવા કાયદા પ્રમાણે પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.
First published:

Tags: Dalit, Love Jihad, Marriage, Nikah, Vadodara, Vapi, મુસ્લિમ

विज्ञापन