Home /News /madhya-gujarat /વડોદરા લવ જેહાદ: આરોપી સમીર કુરેશીના મોબાઇલમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર તસવીરો મળી

વડોદરા લવ જેહાદ: આરોપી સમીર કુરેશીના મોબાઇલમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર તસવીરો મળી

આરોપી સમીર કુરેશી.

The Gujarat Freedom of Religion (Amendment) Act 2021: પોલીસે વધારે તપાસ માટે સમીરનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલ્યો છે. બીજી તરફ આ કેસમાં પોલીસે આરોપી સામે વધુ બે કલમનો ઉમેરો કર્યો છે.

વડોદરા: રાજ્યમાં ધર્મ સ્વતંત્રતાના કાયદો (The Gujarat Freedom of Religion (Amendment) Act 2021) અમલી બન્યા બાદ પ્રથમ કેસ વડોદરા શહેર (Vadodara Love Jihad case)માં નોંધાયો હતો. જે બાદમાં બીજી કિસ્સો વાપી (Vapi love jihad case)માં નોંધાયો છે. વડોદરાના કિસ્સામાં પોલીસે તપાસ માટે આરોપી સમીર કુરેશી (Samir Qureshi)નો મોબાઇલ જપ્ત કર્યો છે. મોબાઇલમાં તપાસ કરતા તેમાંથી પીડિત શિક્ષિકા યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે. પોલીસે વધારે તપાસ માટે સમીરનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલ્યો છે. બીજી તરફ આ કેસમાં પોલીસે આરોપી સામે વધુ બે કલમનો ઉમેરો કર્યો છે. એવી પણ વિગતો મળી રહી છે કે આરોપી યુવક અન્ય હિન્દુ યુવતીઓના પણ સંપર્કમાં છેે.

શું છે કેસ?

વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઘર જમાઈ પતિની કરતૂત- પત્ની સામે જ પ્રેમિકા સાથે કરતો હતો 'પ્રેમલીલા'

પોલીસ તપાસમાં યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન થયું હોવાનું સામે આવતા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021ની કલમ પાંચનો ઉમેરો કર્યો છે. આ ઉપરાંત સમીરે ખોટી ઓળખ આપી હોવાથી કલમ 419નો પણ ઉમેરે ક્યો છે.

પોલીસે આરોપીના રિમાન્ડ જ ન માગ્યા

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021ના પ્રથમ કિસ્સામાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ કિસ્સામાં પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેને જેલ હવાલે કરી દેવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સમીરની મદદ કરનાર તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર તથા મિત્ર અલ્તાફ ચૌહાણ અને નૌશાદ શેખની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: પત્નીની હત્યા કરીને પતિ કરતો રહ્યો નાટક, સ્માર્ટ વૉચે ફોડી નાખ્યો ભાંડો, પોલીસે આ રીતે હત્યા કેસ ઉકેલ્યો

આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કર્યાં

વડોદરાના કિસ્સામાં આરોપીએ ખોટું નામ ધારણ કરી પીડિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરી લીધા હતા. જે બાદમાં તેનું બળજબરથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જે બાદમાં સમીરે ડેડીયાપાડાની અન્ય એક યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પીડિત યુવતીએ વિરોધ કરવા છતાં સમીર માન્યો ન હતો.

આ પણ વાંચો: હરિયાણા: ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, માંગ્યા પાંચ લાખ રૂપિયા

પ્રેમ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી પણ બની હતી. જોકે, સમીરે તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. જોકે, સમીરે તેની સમાજની અન્ય એક યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરતા યુવતીએ વિરોધ કરીને ગૌત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમીર પીડિત યુવતીને બીજી પત્ની તરીકે રહેવા માટે ફરજ પાડતો હતો.
" isDesktop="true" id="1106978" >


આ પણ વાંચો: અમદાવાદ: મંગેતરે એક વર્ષ સુધી કિસ અને શારીરિક અડપલાં કર્યાં, અંતે કહ્યુ- આપણી સગાઈ ફોક!


વાપીમાં લવ જેહાદનો બીજો કિસ્સો નોંધાયો

રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજો ગુનો વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે. વાપીમાં ઇમરાન વશી અન્સારી નામના એક પરિણીત યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇમરાન યુવતીને પ્રથમ અજમેર અને ત્યારબાદ મધ્ય પ્રદેશના ઇન્દોર લઇ ગયો હતો. અહીં બળજબરીથી પીડિત યુવતી પર દુષ્કર્મ આચરી અને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાનો પ્રયાસો કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિત યુવતીના પરિવારજનોએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાપી પોલીસે તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Dalit, Love Jihad, Marriage, Nikah, Vadodara, Vapi, મુસ્લિમ