લવ જેહાદઃ મુસ્લિમ યુવકે નામ બદલી હિન્દુ યુવતીને ફસાવી

Parthesh Nair | Pradesh18
Updated: February 12, 2016, 8:54 PM IST
લવ જેહાદઃ મુસ્લિમ યુવકે નામ બદલી હિન્દુ યુવતીને ફસાવી
વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી લવજેહાદનો મુદ્દો ગરમાયો છે. લવજેહાદના મેસેજ બાદ લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મુસ્લિમ યુવકે નિક નેમ ધારણ કરી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી લવજેહાદનો મુદ્દો ગરમાયો છે. લવજેહાદના મેસેજ બાદ લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મુસ્લિમ યુવકે નિક નેમ ધારણ કરી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • Pradesh18
  • Last Updated: February 12, 2016, 8:54 PM IST
  • Share this:
વડોદરા# વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી લવજેહાદનો મુદ્દો ગરમાયો છે. લવજેહાદના મેસેજ બાદ લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મુસ્લિમ યુવકે નિક નેમ ધારણ કરી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વડોદરાના એક તબીબના ફોન પર બિનમુસ્લિમ યુવતીને ફસાવો અને ઈનામ મેળવોનો મેસેજ આવ્યો હતો. જેની તપાસ પોલીસ કરી રહી છે, ત્યારે બીજો એક લવજેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા ફરીથી લવજેહાદનો મુદ્દો શહેરમાં ગરમાયો છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતાં એક વેપારીની 16 વર્ષની પુત્રી કારેલીબાગ વિસ્તારની એક પ્રતિષ્ઠિત ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે.

આ વિદ્યાર્થીની રિસેસના સમયે સમોસા લેવા માટે સ્કૂલની બહાર નીકળતી હતી, ત્યારે રોમિયો રાજેશ અલીમહંમદ શેખ સ્કૂલની બહાર અડિંગો જમાવી બેસી રહેતો હતો. આશરે 6 મહિના પહેલા આ યુવકે એકલવ્ય તરીકે પોતાની ઓળખ વિદ્યાર્થીનીને આપી હતી. વિર્દ્યાથિની પણ તેને એકલવ્ય કહીને જ બોલાવતી હતી. યુવકે યુવતીને સંપર્કમાં રહેવા માટે તેની મિત્ર દ્વારા ફોન પણ અપાવ્યો હતો. યુવકનો સમગ્ર ભાંડો આ ફોનથી જ ખુલ્યો હતો. વિધાર્થીનીના પિતાને ફોન હાથ લાગી જતા તેમને તેમની પુત્રીને ફોન વિશે પુછતા યુવતીએ એકલ્વય નામના યુવકે અપાવ્યા હોવાનું કહ્યું હતુ. જેથી વિધાર્થીનીના પિતાએ એકલ્વય વિશે તપાસ કરતા તે રાજેશ શેખ હોવાનું બહાર નીકળ્યુ હતુ.

વિર્દ્યાથીનીએ સઘળી કહાણી વાલીઓને કહી સંભળાવી હતી અને પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે મક્કમ થઈ હતી. વાલીઓ ગુરૂવારે રાતે વિદ્યાર્થીનીને લઈને પાણીગેટ પોલીસ મથકે પહોંચી ગયા હતા. પાણીગેટ પોલીસે આરોપી રાજેશ શેખની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ રાજેશ શેખે બીજી કેટલી યુવતીઓને નામ બદલીને પોતાના પ્રેમજાળમાં ફસાવી છે તે અંગેની તપાસ પણ હાથ ધરી રહી છે.
First published: February 12, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading