Home /News /madhya-gujarat /ઝૂમાં વાંદરાના બચ્ચાએ મુલાકાતીનો મોબાઇલ છીનવી લીધો, ખબર ના પડી કે કેવી રીતે વાપરવો તો ફેંકી દીધો!

ઝૂમાં વાંદરાના બચ્ચાએ મુલાકાતીનો મોબાઇલ છીનવી લીધો, ખબર ના પડી કે કેવી રીતે વાપરવો તો ફેંકી દીધો!

વડોદરાના કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં આ ઘટના બની હતી.

વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલા કમાટીબાગ ઝૂમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. પાંજરામાં રહેલા વાંદરાના બચ્ચાએ સહેલાણીનો ફોન લઈ લીધો હતો અને તેને લઈને હોબાળો મચી ગયો હતો.

    વડોદરાઃ શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલા કમાટીબાગ ઝૂમાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. પાંજરામાં રહેલા વાંદરાના બચ્ચાએ સહેલાણીનો ફોન લઈ લીધો હતો અને તેને લઈને હોબાળો મચી ગયો હતો.

    વાંદરાના બચ્ચાએ મોબાઇલ ઝૂંટવી લીધો


    કમાટીબાગમાં ઝૂમાં ફરવા આવેલા એક સહેલાણીએ વાંદરાનો ફોટો પાડવા માટે મોબઈલ ફોન પાંજરામાં નાંખતા વાંદરના બચ્ચાએ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ બચ્ચું તે ફોનને કેવી રીતે વાપરવો તે વિચારતું હતું! ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા કૂતુહલ સર્જાયું હતું. તો બીજી તરફ, આ ઘટના પરથી એવું સમજી શકાય કે, લોકો લિમિટ કરતાં વધુ જ પાંજરાની નજીક જઈ રહ્યા છે અને વન્ય જીવોને નુકસાન પહોંચાડે તેવું કામ કરી રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો, આ ઘટના પરથી ઝૂના અધિકારીઓની બેદરકારી પણ છત્તી થઈ ગઈ છે.


    આ પણ વાંચોઃ અંબાજીમાં પ્રસાદ બંધ કરવા મામલે કોંગ્રેસ વિફરી, કહ્યું - નોટબંધીની જેમ પ્રસાદબંધી!

    ખૂણામાં ફોન ફેંકી દીધો


    વડોદરામાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમાટીબાગ ઝૂ છે. કમાટી બાગમાં પ્રાણીઓ જોવા માટે વડોદરા તથા આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. આજે રવિવાર હોવાના કારણે કમાટીબાગમાં સહેલાણીઓની મોટી સંખ્યામાં આવ્યા હતા. ત્યારે કમાટીબાગના પાંજરામાં રહેલા વાંદરાના બચ્ચાએ સહેલાણીનો ફોન લઈ લીધો હતો. ત્યારે થોડીવાર બચ્ચુ મોબાઇલ ફોનથી રમ્યું હતું અને ત્યારબાદ એક ખૂણામાં ફોન ફેંકી દીધો હતો.


    ઉલ્લેખનીય છે કે, ઘટના પરથી કહી શકાય કે, કમાટીબાગમાં આવતા સહેલાણીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો બીજી તરફ સ્ટાફ પણ તેટલો જ જવાબદાર છે. વન્ય પ્રાણીનો ફોટો લેવા જતી વેળા ઘટના બની હતી. ત્યારે ક્યારેક આવી ઘટના જીવલેણ નીવડી શકે છે તે વાતમાં પણ શંકાને સ્થાન નથી. આ ઘટના બાદ ઝૂના કર્મચારીઓએ મોબાઇલ ફોન કાઢી આપ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Vadodara, Zoo

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો