વડોદરા, રાજકોટ, અમદાવાદમાં જોયાલુકકાસ જવેલર્સને ત્યાં ITનું સર્ચ-ઓપરેશન

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 10, 2018, 12:48 PM IST
વડોદરા, રાજકોટ, અમદાવાદમાં જોયાલુકકાસ જવેલર્સને ત્યાં ITનું સર્ચ-ઓપરેશન
વડોદરા, રાજકોટ, અમદાવાદમાં જોયાલુકકાસ જવેલર્સને ત્યાં ITનું સર્ચ-ઓપરેશન.
Sanjay Joshi | News18 Gujarati
Updated: January 10, 2018, 12:48 PM IST
વડોદરાઃ ચેન્નઈ બાદ ગુજરાતમાં વડોદરા,  રાજકોટ અને અમદાવાદમાં જોયાલુકકાસ જવેલર્સને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા  વહેલી સવારથી સર્ચ-ઓપરેશનની કાર્યવાહી કરાઈ રહી હોવાની  માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના અલકાપુરીમાં આવેલા જોયાલુકકાસ જવેલર્સના શો રૂમમાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલા જોયાલુકકાસ જવેલર્સના શો રૂમમાં ITનું સર્ચ-ઓપરેશન સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના સીજી રોડ પર આવેલા જોયાલુકકાસ જવેલર્સના શો રૂમમાં પણ
આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલુ છે. ત્રણે શહેરમાં એકસાથે જોયાલુકકાસ જવેલર્સના શો રૂમમાં સર્ચ-ઓપરેશન શરૂ કરાયું છે. મનીષ અજૂડિયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે સર્ચ-ઓપરેશન. સર્ચ-ઓપરેશનમાં મોટા પ્રમાણમાં કાળાં નાણાં પકડાવાની શક્યતા સેવાઈ રહી છે.
First published: January 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर